Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : પાલેજ હાઇસ્કૂલના સ્ટાફ રૂમમાંથી સાડા છ ફુટ લાંબા સાપનું રેસ્કયુ કરાયું.

Share

ભરૂચ જિલ્લાના પાલેજ સ્થિત હાઇસ્કૂલમાં શિક્ષકોના સ્ટાફ રૂમમાં એક સાડા છ ફુટ લાંબા સાપ દેખા દેતા અફરાતફરી મચી જવા પામી હતી. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોઈ જળચર પ્રાણીઓ દેખા દેવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. આવી જ એક ઘટના પાલેજ સ્થિત હાઇસ્કૂલમાં સામે આવી હતી.

શિક્ષકોને બેસવા માટેના સ્ટાફ રૂમમાં એક સાપ ડ્રોવરમાં બેસેલો એક શિક્ષિકાને નજરે પડતા જેની જાણ શિક્ષિકાએ હાઇસ્કૂલના આચાર્ય સલીમ જોલીને કરી હતી. હાઇસ્કૂલના આચાર્યએ સાપ દેખાયાની જાણ નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચના મુબારક પટેલ માંચવાળાને કરતા તેઓએ તેમના સહયોગી મુનાફ પટેલ સાથે પાલેજ હાઇસ્કૂલ ખાતે પહોંચી ગયા હતા અને ભારે જહેમત ઉઠાવી સાપનું રેસ્ક્યુ કર્યું હતું. સાપનું રેસ્ક્યુ કરાતા હાઈસ્કૂલના શિક્ષકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

યાકુબ પટેલ, ભરૂચ

Advertisement

Share

Related posts

બોલિવૂડ એક્ટ્રેસ નેહા ધૂપિયા બીજીવાર પ્રેગ્નન્ટ : પહેલી વાર નેહા લગ્ન પહેલાં જ થઈ હતી પ્રેગ્નન્ટ …!

ProudOfGujarat

વાંકલ : દિલ્હીમાં બાળકી ઉપર દુષ્કર્મ આચરનાર નરાધમોને ફાંસીની માંગ સાથે વાલ્મિકી સમાજ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને મામલતદારને આવેદનપત્ર.

ProudOfGujarat

નેત્રંગ તાલુકાના કબીર ગામની સીમમાં ખેતરમાં દવા છાંટી હોવાનું કહેતા પશુ પાલક સહીત ૧૦ કરતા વધુના ટોળોનો ખેડૂત પરિવાર ઉપર હુમલો.ઈજાગ્રસ્તને સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!