Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રીએ ઝઘડીયા તાલુકાના નવા મંજુર થયેલ રસ્તાઓનુ નિરિક્ષણ કર્યું.

Share

ભરુચ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશભાઇ મિસ્ત્રીએ આજરોજ ઝઘડીયા તાલુકામાં નવા મંજુર થયેલા રસ્તાઓનું નિરિક્ષણ કર્યુ હતુ.

મળતી વિગતો મુજબ આજે તા.૨૭ મીના રોજ ભરૂચ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી ઝઘડીયા તાલુકાના નવા મંજુર થયેલા રસ્તાઓના નિરિક્ષણ માટે આવ્યા હતા. તેમની આ મુલાકાત દરમિયાન તેમની સાથે તાલુકાના અગ્રણીઓ જોડાયા હતા. તેઓએ સાથે મળીને ઝઘડિયા તાલુકામાં નવા મંજુર થયેલા રસ્તાઓનું રુબરુ જઇને જરૂરી નિરીક્ષણ કર્યું હતુ. તેઓએ ગોવાલી, રાણીપરા, અને મોરતલાવ ગામની મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે તેમની સાથે તાલુકાના અગ્રણી રવજીભાઈ વસાવા, તાલુકા ભાજપા સંગઠન મહામંત્રી કેતવભાઈ દેસાઈ, જિલ્લા ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ, તાલુકા પંચાયત સભ્ય વિશાલ ભાઈ, અગ્રણીઓ ધર્મેન્દ્રસિંહ, અને અજયસિંહ ઉપરાંત યુવા કાર્યકર દિનેશ વસાવા સહિત કાર્યકરો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ ગામ આગેવાનોની પણ આ બાબતે મુલાકાત લઇને જરૂરી ચર્ચા કરી હતી અને કામગીરીની ચકાસણી કરી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

અંકલેશ્વર GIDC સ્થિત લક્ષ્મી એન્ટરપ્રાઇઝ કંપનીમાંથી આધાર-પુરાવા વગરની શંકાસ્પદ 440 નંગ યુરિયા ખાતરની થેલીઓ ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી. પોલીસ.

ProudOfGujarat

પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીનાં જન્મદિન નિમિત્તે ભરૂચ ભાજપ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાઇ.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના રૂંઢ ગામે આઠ ગામોનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!