Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નિકોરા બેટમાં ગૌચરની જમીન પર બોટનિકલ ગાર્ડન બનાવવાનો ઠરાવ રદ કરવાની માગ : ગ્રામજનોએ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું : માલધારીઓ સહિત સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો : ૩ હજારથી વધુ પશુઓના ચરિયાણ પર સંકટ આવે તેવી શક્યતા

Share

 

। ભરૂચ ।

Advertisement

ભરૂચના નિકોરા બેટમાં ગૌચરની જમીન પર બોટનિકલ ગાર્ડનના ગ્રામ પંચાવયના ઠરાવનો ગ્રામજનો દવારા વિરોધ નોંધાવી કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યુ છે.

ભરૂચ તાલુકાના નિકોરા બેઠ ગામમાં ગૌચર તરીકે અનામત સર્વે નંબર ૧૨ અને ૧૩ની જમીન બોટનિકલ ગાર્ડન માટે ફાળવાના સામ પંચાયતના તા. ૧૮મી જુલાઈ ૨૦૨ના રોજ થયેલાં ઠરાવ સામે ગામના માલધારીઓ તેમજ ગામજનોએ ઉંગ વિરોધ નોંધાવ્યો છે. આ અંગે કલેક્ટરને આપેલાં આવેદનપત્રમાં તેમણે જણાવ્યું હતું કે, આ ગૌચરની જમીનનો વર્ષોથી ગામના અંદાજે ૩ હજારથી વધુ ગાયો, ભેંસો તેમજ અન્ય ઢોર-ઢાંખરના ચરિયાણ માટે ઉપયોગ થાય છે. ઉપરાંત નર્મદા નદીમાં પૂર કે રેલની પરિસ્થિતી સર્જાય તથારે ગામના લોકો અને તેમના પશુઓ માટે આ ઉંચાઈ પર આવેલી જમીન સુરક્ષિત અને આશ્રયસ્થાન તરીકે ઉપયોગમાં લેવાય છે. ગામજનોએ આક્ષેપ કર્યો હતો કે, ગ્રામ પંચાયત દ્વારા પૂરતી ચર્ચા કે ગ્રામજનોનો આક્ષેપ છે કે ગ્રામ પંચાયત દ્વારા પૂરતી ચર્ચા કે સામજનોની સંમતિ વિના તાત્કાલિક બેઠક બોલાવી ગૌચરની જમીન પર બોટેનિકલ ગાર્ડન બનાવવા માટેનો ઠરાવ કરવામાં આવ્યો છે. તેમણે દાવો કર્યો છે કે, ગૌચરની જમીનનો હેતુફેર સરકારના નિયમો અને જાહેર હિતની ભાવના વિરૂદ્ધ છે. આ મુદ્દે ગામના રહેવાસીઓએ ઠરાવ રદ કરવાની તેમજ ગૌચરની જમીન અંગે કોઈપણ પ્રકારની મંજૂરી ન આપવાની માંગ કરી હતી.


Share

Related posts

ભરૂચના હાઈવે ટ્રાફિક પોઇન્ટ પર લોકડાઉન દરમ્યાન ફરજ નીભાવતા પોલીસ જવાનોને સામાજિક સંસ્થા હેલ્પીગહાટસ દ્વારા ફેસ સીલ્ડ માસ્ક આઈ.જી અને જીલ્લા પોલીસ વડાની હાજરીમાં આપવામાં આવ્યા.

ProudOfGujarat

માંગરોળ નાની નરોલી ગામે તીન પત્તીનો જુગાર રમતા 4 ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં સ્વતંત્રતા પર્વની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!