Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નિગમના મેનેજમેન્ટ અને સરકારની એસ.ટી. નિગમના ખાનગીકરણ માટેની આંધળી દોટ : પ્રજાની રાહતદરની સેવાઓ છીનવાશે..?

Share

એસ.ટી. નિગમ રાજ્યના છેવાડાના માનવીને નહીં નફો કે નહીં નુકશાનના ધોરણે સસ્તી, સારી અને સલામત પરિવહન સેવા પૂરી પડે છે. જ્યારે રાજ્ય સરકારનું મોટામાં મોટું જાહેર સેવા સાહસ છે. એસ.ટી. નિગમના કર્મચારીઓ રાત-દિવસ, તડકો-છાંયડો, ઠંડી-ગરમી, વરસાદ, કુદરતી કે માનવ સર્જિત આફતો વખતે પોતાની કે પોતાના પરિવારની ચિંતા કર્યા વગર રાજ્યની પ્રજાની સેવામાં સતત ખડેપગે રહી પોતાની ફરજ બજાવી રહ્યા છે.

નિગમના કર્મચારીઓના આ પ્રાણ પ્રશ્નો પ્રત્યે ઉદાસીન વલણ અપનાવી સતત અવહેલના કરતું હોય તેવું જણાઈ રહ્યું છે. એસ.ટી. નિગમના કર્મચારીઓના પડતર પ્રશ્નો બાબતે સંકલન સમિતિ દ્વારા નિગમના વહીવટી વડા તેમજ સરકારમાં અગાઉ પર વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં તે પડતર પ્રશ્નો આજદિન સુધી કોઈ જ ન્યાયતિક નિરાકરણ આવેલ નથી જેથી નિગમ કર્મચારીઓમાં અસંતોષ અને રોષની લાગણી ફેલાઈ હતી.

જેમાં પ્રજાની સેવામાં કેટલીક સેવાઓ છીનવવાનો ડર પણ લાગેલ છે જેમ કે વિધાર્થીઓને મુસાફરીમાં 82.5%, કન્યા કેળવણીમાં વિધાર્થિનીઓને વિના મૂલ્યે મુસાફરીની રાહત છીનવાશે, નોકરિયાતને મુસાફરીમાં 50 % ની રાહત છીનવાશે, અંધ, અપંગ, કેન્સરના દર્દીઓને, સ્વતંત્ર સેનાનીઓ, પ્રેસ,પત્રકારોની રાહત છીનવાશે, શૈક્ષણિક પ્રવાસો, લગ્ન પ્રસંગે રાહતદારે મળતી સુવિધાઓ ખાનગીકરણને કારણે છીનવાઇ જશે.

Advertisement

Share

Related posts

આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા ઝઘડિયા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

ઝઘડિયાના રાણીપુરા ગ્રામપંચાયતના ઉપસરપંચ તરીકે મનોજભાઇ દેસાઇની બિનહરીફ વરણી.

ProudOfGujarat

નર્મદા ડેમના ભૂગર્ભ જળ વિદ્યુત મથક અને કેનાલ હેડ પાવર હાઉસ દ્વારા કુલ ૧૬૧.૭૬ કરોડની કિંમતનું કરાયું વીજ ઉત્પાદન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!