Proud of Gujarat
INDIAFeaturedGujarat

નેત્રંગ : ચાસવડ ડેરીના ઇતિહાસમાં સૌ પ્રથમવાર તમામ સભાસદોને પ્રોત્સાહનરૂપે ગિફ્ટનું વિતરણ કરાયું.

Share

પ્રાપ્ત માહિત મુજબ ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકાના ચાસવડ ગામે કાયઁરત ચાસવડ ડેરી આદિવાસી વિસ્તારમાં વસવાટ કરતાં રહીશોની જીવાદોરી ગણવામાં છે. ગરીબ પરીવાર પશુપાલનનો ઉછેર-માવજત કરીને ચાસવડ ડેરીમાં દુધ ભરે છે. જેમાંથી મળતી આવકમાંથી પોતાનું ઘર ગુજરાન ચલાવે છે. આ વર્ષે ચાસવડ ડેરીની વ્યવસ્થાપક સમિતિની ચુંટણી યોજાઇ હતી જેમાં આદિવાસી સમાજ સમર્પણ એકતા પેનલનો વિજય થતાં સત્તાનું સુકાન ચાસવડ ડેરીના ઇતિહાસમાં સૌપ્રથમવાર આદિવાસીઓને મળ્યું હતું. પોતાના ચુંટણી ઢંઢેરામાં ચાસવડ ડેરીના તમામ સભાસદોને દિવાળીએ પ્રોત્સાહનરૂપે ગિફ્ટ આપવાનું વચન આપ્યું હતું.

ચાસવડ ડેરીના તમામ સભાસદોને અને એજન્ટોને દુધની બરણી જેવા ગિફ્ટનું વિતરણ કરાયું હતું. જ્યારે વિજેતા બનેલ પેનલના કન્વીનર રહેલા સંજય ભગતે જણાવ્યું હતું કે, દર મહિને દુધ ઉત્પાદકોને પગારની ચુકવણી થાય છે. એકસાથે પગાર ચુકવાતો હોવાથી બેંકમાં લાંબી-લાંબી લાઇન થાય છે ભારે હાલાકી વેઠવી પડે છે. જેના નિરાકરણ માટે ભરૂચ ડિસ્ટ્રીક્ટ કો.ઓપરેટીવ બેંકની શાખા ચાસવડ ખાતે શરૂ કરવા રજુઆત કરાઇ છે. જ્યારે ચાસવડ ડેરીના પ્રમુખ કવિભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, સભાસદો જે દુધ ભરે છે, તે બગડી જવાની નુકસાન થવાની ફરીયાદ આવતી હતી. પ્લાન્ટ વિભાગમાં વીસ હજાર લીટરની ક્ષમતાવાળું ચિલર પ્લાન્ટ ફીટ કરવામાં આવ્યો છે. જે દરમ્યાન સંજયભાઇ ભગત, ચાસવડ ડેરીના ચેરમેન કવિભાઇ વસાવા, વા.ચેરમેન અરવિંદભાઈ વસાવા, મનહરભાઇ પટેલ, ચાસવડ સરપંચ મનસુખભાઇ વસાવા અને ડિરેકટર જોડાયા હતા.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લાનાં કેવડીયા કોલોની રેલવે સ્ટેશન સહિત જમીન સંપાદન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી.

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસે તળાવમાં સંતાડેલ વિદેશી દારૂનો જથ્થો કબ્જે કરી બુટલેગરને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

ProudOfGujarat

નડિયાદ : અખંડ ભૂમંડલાચાર્ય જગતગુરૂ શ્રીમદ્દ વલ્લભાચાર્ય ચરણના ૫૪૬ મા  પ્રાગ્ટય મહોત્સવની ઉજવણી અંતર્ગત ભવ્ય શોભાયાત્રા યોજાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!