Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : કોઠી વાંતરસા ગામની વિધાર્થિનીએ કાવ્યગાન અને નિબંધ લેખન સ્પર્ધામાં શાળાનું ગૌરવ વધાર્યું.

Share

આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોઠી-વાંતરસા ગામની પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ જૈનબ ઈરફાનભાઈ શેઠ અને પટેલ ફાતેમા હનીફભાઈએ અનુક્રમે કાવ્યગાન અને નિબંધ લેખન સ્પર્ધામાં ક્રમશ: શાળા કક્ષા,સી.આર.સી. કક્ષાએ પ્રથમ નંબર મેળવી આજે તાલુકા કક્ષાએ ભાગ લીધો હતો.

બંને દિકરીઓએ આજે પણ તાલુકા કક્ષાની કાવ્યગાન સ્પર્ધામાં અને નિબંધ લેખન સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવી પોતાનું, પોતાના માવતરનું, પોતાના ગામનું અને કોઠી – વાંતરસા પ્રાથમિક શાળાનું નામ રોશન કર્યું છે. આ સિધ્ધિ પ્રાપ્ત કરવા બદલ સમગ્ર શાળા પરીવાર અને કોઠી-વાંતરસા ગામ વતી દિકરીઓને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

Advertisement

યાકુબ પટેલ, પાલેજ


Share

Related posts

માંગરોળ : નાની નરોલી જી.આઇ.પી.સી.એલ.કંપનીની ટાઉનશિપમાં કોરોના વાયરસનાં બે પોઝિટિવ કેસ નોંધાયા.

ProudOfGujarat

રાજકોટ – યુરીયા ખાતરની અછત મામલે રાઘવજી પટેલે આપ્યું આ નિવેદન

ProudOfGujarat

રાજપીપળા : નર્મદા જીલ્લાના ડેડીયાપાડાના એક નાનકડા ગામમાં રહેતી અને હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી યુવતીનું અપહરણ કરી બળાત્કાર થતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!