Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : નેત્રંગનાં રહેણાંક વિસ્તારમાં દીપડો દેખાતા ભયનો માહોલ.

Share

ભરૂચ જિલ્લાના નેત્રંગના રહેણાંક વિસ્તારમાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

ભરૂચનાં નેત્રંગમાં એકાએક દીપડો દેખાતા આસપાસનાં લોકોમાં ભય ફેલાયો હતો. દીપડો દેખાતા તુરંત જ લોકોએ વનવિભાગનો સંપર્ક કર્યો હતો. આજે સવારે નેત્રંગનાં રહેણાંક વિસ્તાર જવાહર બજાર વિસ્તારની દુકાન પાસે દીપડો દેખાતા અહીંનાં રહેવાસીઓમાં ભયનો માહોલ વ્યાપી ગયો હતો. આ દીપડો કયાંથી આવ્યો? કેમ આવ્યો? સહિતની બાબતો તપાસનો વિષય છે. નેત્રંગ જવાહર બજારનાં રહેવાસીઓ દ્વારા વનવિભાગને દીપડાની જાણ કરતાં તેઓ તાત્કાલિક દીપડાને પાંજરે પુરવા માટેની તૈયારી સાથે જવાહર બજાર પહોંચ્યા હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર રૂરલ પોલીસે આલુજ ગામ નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ProudOfGujarat

સુરતમાં 2 શાળામાં 3 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ: ખળભળાટ મચ્યો..!

ProudOfGujarat

માંગરોળ : ગૌ હત્યાના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!