Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નર્મદા ચોકડી નજીક CNG પંપ પર ગેસ રીફીલિંગ દરમિયાન કારમાં બ્લાસ્ટ.

Share

ભરૂચની નર્મદા ચોકડી નજીક CNG પંપ પર ગેસ રીફીલિંગ દરમિયાન કારમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થતાંની સાથે જ કારના ફુરચે ફુરચા ઉડી ગયા હતા પરંતુ સદનસીબે કોઈ જાનહાની થઇ ન હતી.

બનાવ અંગે મળતી માહીતી અનુસાર, આજરોજ સવારે ભરૂચની નર્મદા ચોકડી કે જ્યાં CNG પંપ આવેલ છે જેમાં એક ફોર વ્હીલ ગાડી રીફીલિંગ માટે આવી હતી તેમાં રીફીલિંગ કરતી વેળાએ ટેન્કમાં એકાએક બ્લાસ્ટ થયો હતો અને હોન્ડાની કાર નંબર GJ 01 RX 3964 ના ફુરચે ફુરચા ઉડી ગયા હતા. પરંતુ CNG રીફીલિંગ દરમિયાન કોઈને ગાડીમાં બેસવાની પરવાનગી નથી આપવામાં આવતી તે તકેદારીને કારણે સદનસીબે કોઈનો જીવ જોખમયો ન હતો અને પંપ પર પણ કોઈ પ્રકારનું આર્થિક નુકશાન થયું ન હતું અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Advertisement

Share

Related posts

સરકારી કન્યા શાળાની વિધ્યાર્થિનીઓને મફત સ્વેટર વિતરણ

ProudOfGujarat

સુરત ગ્રામ્ય LCBની મોટી કાર્યવાહી : ટ્રકમાંથી રૂ. 52.14 લાખનો વિદેશી દારૂ જપ્ત, ચાલક ઝડપાયો

ProudOfGujarat

સુરત-અમરોલીમાં સાવકા પિતાનો સગીર દીકરી પર બળાત્કાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!