Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : બોરભાઠા બેટમાં ખેતરોમાં આગ લાગવાથી ખેડૂતોનો પાક બળીને ખાખ.

Share

ભરૂચનાં બોરભાઠા બેટમાં ખેતરોમાં કોઈ કારણોસર આગ લાગી હતી જેથી ખેડૂતોનો તમામ પાક બળી જવાથી ભારે નુકસાની થવાની ભીતિ સેવાઇ રહી છે.

ગત વર્ષે અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને પાક નષ્ટ થવાથી ભારે નુકસાન થયું હતું અને આજે અચાનક બોરભાઠા બેટમાં ખેડૂતોનાં ખેતરોમાં આગ લાગી જતાં તેઓનો ઊભો પાક બળીને ખાખ થઈ ગયો હતો. ખેતરમાં તણખલું પડવાને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન જણાઈ રહ્યું છે.

અહીં નોંધનીય છે કે ખેતરમાં અચાનક આગનાં બનાવોમાં જાગૃત નાગરિકો જણાવે છે કે આ રીતે ખેતરમાં આગ લાગવી એક આશ્ચર્યજનક બાબત કહી શકાય છે, અહીં તણખલું ક્યાથી પડયું? કેવી રીતે પડયું? ખેતરમાં ત્યારે કોણ હતું? સહિતનાં સવાલો ખેતરમાં આગ લાગી કે લગાડવામાં આવી હોય તેવું વિચારવા મજબૂર કરે છે.

Advertisement

Share

Related posts

વિદેશથી આયાત થનાર કપાસના તમામ પ્રકારના વેરા મુક્ત કરવાના નિર્ણયને પરત ખેચવા બાબત.

ProudOfGujarat

અંકલેશ્વર- સરપ્રાઈઝ આપવાના બહાને બોલાવી ગિફ્ટમાં આપી મોત.પૂર્વ પ્રેમિકાએ પ્રેમીની મંગેતરની હત્યા કરી હોવાની શંકા…

ProudOfGujarat

ભરૂચ : કરજણ નેશનલ હાઇવે 48 પર ભારદારી ઓવરલોડેડ ટ્રકએ ધડાકાભેર એંગલ તોડી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!