Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : લગ્ન ન થતા ચિંતાતુર બનેલા સીતપોણ ગામનાં યુવકે ગળે ફાંસો ખાઇ જીવનલીલા સંકેલી…

Share

ભરૂચ તાલુકાના સીતપોણ ગામના એક યુવકે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સીતપોણ ગામના મંદિર ફળિયામાં રહેતા મંગલભાઈ છીતુભાઈ વસાવા ઉ.વ. ૨૯ પોતાના લગ્ન ન થવાના કારણે ચિંતામાં હતા. ચિંતામાં ડૂબેલા મંગલ નામના યુવાને પોતાના ઘરમાં લાકડા સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઇ જીવનલીલા સંકેલી લીધી હતી.

ઘટનાની જાણ થતા નબીપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતક યુવકના મૃતદેહનો કબજો મેળવી પી.એમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. ઘટના સંદર્ભે વધુ તપાસ નબીપુર પોલીસ ચલાવી રહી છે. યુવકે જીવનલીલા સંકેલી લેતા પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.

Advertisement

યાકુબ પટેલ, પાલેજ


Share

Related posts

ભરૂચમાં પ્રથમવાર BNS ગ્રુપ દ્વારા ભવ્ય રાવણ દહન, દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે ઉમટ્યું જનમેદની : ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિત રાજકીય અગ્રણીઓની ઉપસ્થિતિમાં વિજયાદશમીની ઉજવણી; અસત્ય પર સત્યના વિજયનો સંદેશ ગુંજ્યો

ProudOfGujarat

નડિયાદ ખાતે કલેક્ટર કે.એલ.બચાણીના અધ્યક્ષસ્થાને જિલ્લા રૂડસેટ એડવાઈઝરીની બેઠક યોજાઈ.

ProudOfGujarat

વાહકજન્ય રોગ નિયંત્રણ માટે અમદાવાદ જીલ્લામાં 200 થી વધુ રાત્રીસભાઓ કરવામાં આવશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!