Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : અસનાવી ગામે ખેતરની ઓરડીમાં સંતાડેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો.

Share

ભરુચ જિલ્લાના નેત્રંગ તાલુકાના અને ઝઘડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અસનાવી ગામેથી પોલીસે ખેતરની ઓરડીમાં રાખેલ ભારતીય બનાવટનો વિદેશી દારુનો જથ્થો પકડી પાડ્યો હતો.

આ અંગે ઝઘડીયા પોલીસમાંથી મળતી વિગતો અનુસાર પોલીસને બાતમી મળી હતી કે અસનાવી ગામે રહેતા શશીકાંત જેઠાભાઇ વસાવાએ તેના ખેતરની ઓરડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારુનો જથ્થો રાખેલ છે. અને તેમાંથી જરુર મુજબનો દારુનો જથ્થો ઘરે દુકાને લાવીને વેચાણ કરે છે. પોલીસે ગતરોજ સાંજના ૯ વાગ્યા દરમિયાન બાતમી મુજબના સ્થળે રેઇડ કરતા તેના ખેતરની ઓરડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ખેતરની ઓરડીમાં રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી કુલ ૫૭૮ બોટલો કબજે લીધી હતી. આ ઝડપાયેલ વિદેશી દારુના જથ્થાની કુલ કિંમત રુ.૭૦૧૦૦ જેટલી થાય છે. પોલીસે શશીકાંત જેઠાભાઇ વસાવા રહે.ગામ અસનાવી તા.નેત્રંગના વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

ગુલ‍ામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ


Share

Related posts

સુરેન્દ્રનગરમાં આંગડિયા પેઢીમાં બોગસ નામ ધારણ કરી લાખોની છેતરપિંડી કરનાર શખ્સ રાજકોટથી ઝડપાયો.

ProudOfGujarat

ભરૂચ એસ.ઓ.જી એ શંકાસ્પદ મેન્કોઝેબ કેમિકલ પાવડર સાથે બે ઈસમોની અટકાયત કરી

ProudOfGujarat

સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ અને માંગરોળ સમિતિ દ્વારા મા. મહોદય શ્રી રાષ્ટ્રપતિને સંબોધીને પેટ્રોલ અને ડીઝલનાં અસહ્ય ભાવ વધારા સામે માંગરોળ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!