Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ એસ.ટી વિભાગ દ્વારા નિમણૂંક પામેલ ડ્રાઇવરોને નિમણૂંકપત્ર એનાયત કરાયા.

Share

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભરૂચ વિભાગ દ્વારા નવીન નિમણૂંક પામેલ ડ્રાયવરોના નિમણૂંકપત્ર આપવા અંગેનો કાર્યક્રમ વાહન વ્યવહાર, માર્ગ અને મકાન, યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશભાઈ મોદીના અધ્યક્ષસ્થાને ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન હોલ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલ, ધારાસભ્યશ્રી અરૂણસિંહ રણા, જિલ્લા આગેવાન મારૂતિસિંહ અટોદરીયા, નગરપાલિકાના પ્રમુખ અમિતભાઈ ચાવડા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશભાઈ ચૌધરી, નિવાસી અધિક કલેક્ટર જે.ડી.પટેલ, આગેવાન પદાધિકારીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ વેળાએ ભરૂચ એસ.ટી વિભાગમાં ૨૯૦ જેટલાં ડ્રાઇવરો નવી નિમણૂંક પામતા જિલ્લા પ્રભારીમંત્રી પૂર્ણેશભાઈ મોદી તથા નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલના તેમજ મહાનુભાવોના હસ્તે નવી નિમણૂંક પામેલ ડ્રાયવરોને નિમણૂંકપત્ર એનાયત કરાયા હતા.

મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ જણાવ્યું હતું કે, યુગ અને પરિવર્તન ખુબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. લોકોની આશા-આકાંક્ષા-અપેક્ષા પુરી કરવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે. ભારતના વિકાસને આગળ લઈ જવા માસ્ક ટ્રાન્સ્પોર્ટેશનની ભૂમિકા ખુબ મહત્વની રહેલી છે. રાજ્ય સરકારે નાનામાં નાના વર્ગની તેમજ અંતરિયાળ ડુંગરાળ વિસ્તારમાં રહેતા ગરીબ વ્યક્તિની ચિંતા કરી છે. ગરીબ વ્યક્તિ ધંધા વ્યાપાર માટે એમના સ્થળે ઝડપી અને સમયસર પહોંચી શકે તે માટે રાજ્ય સરકાર એસ.ટી. બસ ગામડે-ગામડે દોડાવી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, એસ.ટી. નિગમના કર્મચારીઓ કુદરતી આપત્તિ તેમજ કોવિડ-૧૯ ની મહામારીમાં ખડેપગે હાજર રહી મુસાફરોને તેમના સ્થાન સુધી પહોંચાડવાની સેવા પુરી પાડવામાં આવેલ છે. એસ.ટી. વિભાગ નફા ધોરણે નહિં પરંતુ સેવાના ધોરણે બસો દોડાવી લોકોને સમયસર પહોંચાડવાની જવાબદારી પુરી પાડેલ છે.

નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલે નવી નિમણૂંક પામેલ ડ્રાઇવરોને શુભેચ્છા પાઠવી એસ.ટી. વિભાગ દ્વારા થઈ રહેલી કામગીરીની વિગતો જણાવી નિરામય આરોગ્ય યોજનાની વિગતો જણાવી એસ.ટી. વિભાગના પરિવારો આ યોજનાનો મહત્તમ લાભ લે તેવી હિમાયત કરી હતી. વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા અને જિલ્લા આગેવાન મારૂતિસિંહ અટોદરીયાએ પ્રાસંગિક ઉદબોધનમાં એસ.ટી. વિભાગની કામગીરી બિરદાવી નવી નિમણૂંક પામતાં ડ્રાઇવરોને શુભેચ્છાઓ પાઠવી હતી. આ વેળાએ મંત્રી પૂર્ણેશભાઈ મોદી અને નાયબ મુખ્યદંડક દુષ્યંતભાઈ પટેલનું એસ.ટી. યુનિયન દ્વારા શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. પ્રારંભે વિભાગીય નિયામક સી.ડી.મહાજને સ્વાગત પ્રવચન કરતાં ભરૂચ એસ.ટી. વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરીની રૂપરેખા આપી હતી. અંતમાં આભારવિધિ નાયબ ઈજનેર અક્ષય મહેતાએ કરી હતી. આ પ્રસંગે લોક ગાયક અભેસિંહ રાઠોડ, નગરપાલિકા ઉપપ્રમુખ નીનાબા યાદવ, આગેવાન પદાધિકારીઓ. એસ.ટી. વિભાગના અધિકારી-કર્મચારીઓ અને નિમણૂંક પામેલ ડ્રાઇવરો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

રાજપીપળા : નર્મદાના ત્રણ દિવંગત યુવા પત્રકારોને પ્રેસ ક્લબ નર્મદા દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ એસ ઓ જી પોલીસે અંકલેશ્વર ના નિરાંત નગર રોડ પર થી ગાંજા ના જથ્થા સાથે એક વૃધ્ધ ની અટકાયત કરી હતી……

ProudOfGujarat

મોટા સોરવા ગામની શાળામાં ઉજાસભણી કાર્યક્રમ યોજવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!