Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના કિશનાડ ખાતે હજરત સૈયદ હાજી પીર શહેનશાહ સત્તાર ગંજ શહીદ ચિશ્તી રહમતુલ્લાહ અલયહેના સંદલ તેમજ ઉર્સ શરીફની ઉજવણી કરાઇ…

Share

ભરૂચ તાલુકાના કિશનાડ ખાતે આવેલી હજરત સૈયદ હાજી પીર શહેનશાહ સત્તાર ગંજ શહીદ ચિશ્તી રહમતુલ્લાહ અલયહેના સંદલ તેમજ ઉર્સ શરીફની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે દરગાહ શરીફના ખાદીમ બશીર ભાઈ ભટ્ટીના નિવાસ સ્થાનેથી સંદલ શરીફનું પ્રસ્થાન થયું હતું. જે ગામના વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ કરી દરગાહ શરીફ ખાતે પરત ફર્યું હતું. ધાર્મિક વિધિ સાથે સંદલ શરીફ પૂર્ણ થયું હતું.

દરગાહ શરીફ પર ઉપસ્થિત હજરત પીર કાદરી કદીરુદ્દીન પીરઝાદાના મુબારક હસ્તે તથા હજરત સૈયદપીર કાદરી રફીકુદ્દિન પીરઝાદાના હસ્તે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. ત્યારબાદ દેશ તેમજ વિશ્વમાં અમન અને શાંતિ કાયમ રહે એ માટે વિશેષ દુઆ ગુજારવામાં આવી હતી. સલાતો સલામના પઠન સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું. આ પ્રસંગ હિંદુ – મુસ્લિમ સંપ્રદાયના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. દરગાહ સંચાલકો દ્વારા સામુહિક ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમને દરગાહ કમિટી ના સંચાલકો તેમજ ગામના યુવાનોએ ખુબ સારી જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો.

યાકુબ પટેલ, ભરૂચ

Advertisement

Share

Related posts

અરવલ્લી : SP શૈફાલી બારવાલે 3 PSI અને 4 પોલીસકર્મીઓની આંતરિક બદલી કરી, હજુ વધુ બદલીઓ થવાના એંધાણ

ProudOfGujarat

ખેડા : કલેકટર કચેરી ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ અંતગર્ત મિટિંગ યોજાઈ

ProudOfGujarat

આદિવાસી યુવા જાગૃતિ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન–3 ની ફાઈનલ મેચ ઓસારા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!