Proud of Gujarat
FeaturedGujaratINDIA

પોંક ખરીદીમાં ભારે તેજી : ભરૂચ નજીક નેશનલ હાઇવે ૪૮ પર પોંકની હાટડીઓ ઉભી કરાઈ.

Share

ભરૂચની નર્મદા નદી પર નર્મદા મૈયા બ્રિજને વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાયાં બાદ જુના નેશનલ હાઇવે પર વાહનોની સંખ્યા વધી છે. વાહનવ્યવહારમાં વધારો થતાં સ્થાનિક ગ્રામજનો માટે રોજગારીની નવી તકો પણ ઉભી થઇ છે ત્યારે સુરત અને વડોદરા વચ્ચે નેશનલ હાઇવે ૪૮ ઉપર ઠેરઠેર પોંક સેન્ટરોની હાટડીઓ લાગી ગઈ છે અને આ વખતે પોંકની ખરીદીમાં પણ તેજી હોવાના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. શિયાળાની ફૂલગુલાબી ઠંડીમાં પોંક આરોગવાની પરંપરા રહેલી છે અને આ પોંક સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક માનવામાં આવે છે જેના પગલે સુરતથી અમદાવાદ વચ્ચેના નેશનલ હાઇવે 48 ઉપર ઠેક ઠેકાણે હંગામી ધોરણે પોંક સેન્ટરો ઉભા થઇ ગયા છે. ગરમ ગરમ પોંક સાથે સેવ નાંખી તને આરોગવાથી સ્વાસ્થ્ય સારુ રહેતુ હોવાની માન્યતા રહેલી છે.

ભરૂચ અને અંકલેશ્વરને જોડતાં જુના નેશનલ હાઇવે પર ગોલ્ડનબ્રિજના દક્ષિણ છેડા તરફ આવેલું ખાણીપીણીનું બજાર અનેક લોકોને રોજગારી પુરી પાડે છે. હજી પણ વાહનચાલકોમાં તેનું આર્કષણ યથાવત છે. થોડા મહિનાઓ પહેલાં જ ગોલ્ડનબ્રિજને સમાંતર નવા નર્મદા મૈયા બ્રિજને વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકી દેવાયો છે. નેશનલ હાઇવે પર છાશવારે થતાં ટ્રાફિકજામમાંથી મુકિત મેળવવા વાહનચાલકો હવે નર્મદા મૈયા બ્રિજનો ઉપયોગ કરી રહયાં છે. ભરૂચ અને અંકલેશ્વરને જોડતાં નેશનલ હાઇવે પરથી રોજની આશરે 8 હજાર જેટલી કાર પસાર થાય છે. વાહનોની સંખ્યા વધતાં હવે સ્થાનિક ગ્રામજનો પણ ફળફળાદિ કે અન્ય વસ્તુઓ વેચવા માટે રોડની સાઇડ પર હાટડીઓ ખોલી રહયાં છે.

શિયાળાની ફુલગુલાબી ઠંડીનો પ્રારંભ થઇ ચુકયો છે ત્યારે જુના નેશનલ હાઇવે પર પોંક પાડતી હાટડીઓ જોવા મળી રહી છે. નર્મદા મૈયા બ્રિજ બન્યાં બાદ હાટડીઓની સંખ્યામાં વધારો થયો છે. પોંકની વાત કરવામાં આવે તો ચોમાસાના મધ્ય ભાગમાં એટલે કે ઓગસ્ટ મહિનાની આસપાસ પોંક માટેની જુવારનું વાવેતર કરવામાં આવે છે. જે લગભગ દિવાળી પછી એટલે કે નવેમ્બર માસમાં પાક તૈયાર થઈ જતો હોય છે. કુમળા જુવારના ડુંડા તૈયાર થતા જ ખેડૂતો તેને તોડી તેમાંથી પોંક પાડવામાં આવે છે. ગરમા ગરમ પોંકને છાશ અને લીંબુ મરીની સેવ સાથે પીરસવામાં આવે છે. નર્મદામૈયા બ્રીજથી અંકલેશ્વર સુધી અને નેશનલ હાઇવે નંબર ૪૮ પર ઠેક ઠેકાણે શિયાળાની શરૂઆતથી જ પોંકનું વેચાણ શરૂ થયું છે. આ વર્ષે ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે પોંકનું ઉત્પાદન ઓછું જોવા મળ્યું હતું જેના કારણે પોંકના ભાવમાં વધારો જોવા મળી રહયો છે.

Advertisement

Share

Related posts

હાલોલની મોબાઇલચોર ત્રીપુટીનેએલસીબીએ ઝડપી પાડતા મોબાઇલ લુંટનો ભેદ ઉકેલાયો.

ProudOfGujarat

ગોધરા: પવિત્ર અધિક માસ અને રમઝાન માસ નિમિત્તે જીલ્લા કોંગ્રેસ દ્વારા સદભાવના કાર્યક્રમ

ProudOfGujarat

ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂત બચાવો દેશ બચાવો અભિયાન ગ્રામજનો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!