Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

હાલોલની મોબાઇલચોર ત્રીપુટીનેએલસીબીએ ઝડપી પાડતા મોબાઇલ લુંટનો ભેદ ઉકેલાયો.

Share

 
હાલોલ, રાજુ સોલંકી 

પંચમહાલ જીલ્લાના હાલોલના બસ સ્ટેશન પાસે શંકાસ્પદ મોબાઇલ ફોન વેચવા ફરતી ત્રીપુટીને બાતમીના આધારે વોચ ગોઠવીને ગોધરા એલસીબી પકડી પાડી હતી.તેમની પાસેથી લુંટનો મોબાઇલ,એક બાઇક, સહિતનો મૂદ્દામાલ કબજે કરી હાલોલ ટાઉન પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

પ્રાપ્ત વિગતો અનુસાર ગોધરા એલસીબીની ટીમને બાતમી મળી હતી કે હાલોલ બસસ્ટેશનની બહાર આવતા જતા લોકોને મોબાઇલ સસ્તા ભાવે વેચવા હોવાનુ જણાવીને ત્રણ ઇસમો પુછપરછ કરે છે.આથી એલસીબીની ટીમે બસ સ્ટેશન ખાતે પહોચીને ત્રણેય ઇસમો (૧) આમીરખાન પઠાણ રહે હાલોલ(૨) શબ્બીર શેખ રહે હાલોલ,(૩) આફતાબ મકરાણી રહે બાસ્કા ગામ તા હાલોલના નાઓને એલસીબીની વધુ પુછપરછમા આ ત્રીપુટીએ વીસેક દિવસ અગાઉ ચંદ્રાપુરા જીઆઇડીસી વિસ્તારમાં એક બાઇકચાલકને પકડીને મારમારીતેની પાસેથી સ્માર્ટફોન લુંટી લઇને ફરાર થઈ ગયા હતા.એલસીબી ટીમે મોબાઇલ લુંટનો ગુનો ઊકેલી નાખીને બાઇક તેમજ મોબાઇલ સહિતનો મૂદ્દામાલ જપ્ત કરીને હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

આણંદ : ટેલરપુરા પાટિયા પાસે ઉભેલા ટ્રેક્ટરની પાછળ રિક્ષા ઘુસી જતા મહિલાનું મોત

ProudOfGujarat

ઝઘડિયાના ખરચી ભીલવાડા ગામે જુગાર ઝડપાયો, એક ઇસમ પકડાયો સાત નાશી છુટયા.

ProudOfGujarat

ભરૂચ : ભાડભૂત બેરેજ યોજનામાં એપ્રોચ રોડ માટે એકસાલ અને કાસવા ગામનાં ખેડૂતોને જમીન સંપાદનમાં સરખું વળતર ચૂકવવા કલેકટરને રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!