Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

પંચમહાલ જિલ્લામાં કેરોસીન વેચાણના ભાવો નિયત કરાયા

Share

(વિજયસિંહ સોલંકી,ગોધરા)
ગોધરા,   પંચમહાલ જિલ્લા કલેકટર શ્રી એસ.કે.લાંગાએ જિલ્લાના જુદા જુદા તાલુકા મથકોના વિસ્તારો માટે કેરોસીનના જથ્થાબંધ અને છુટક વેચાણના ભાવો તા. ૧૬ મી માર્ચ, ૨૦૧૮ થી અમલમાં આવે તે રીતે નિયત કર્યા છે. અને મંજુરી હુકમ કર્યો છે. જે મુજબ જથ્થાબંધ ૦૧ કિલોલીટર કેરોસીનનો પડતર સ્થાનિક વેચાણ ભાવ હાલોલ, કાલોલ, ઘોઘંબા અને જાંબુઘોડા તાલુકા માટે રુ. ૨૩,૭૭૦.૬૨ પૈસા, ૧૦ કિ.મી. સુધીના વિસ્તાર માટે રુ.૨૩,૭૭૫.૬૨ પૈસા, ૧૧ કિ.મી. થી ૨૫ કિ.મી. ના  વિસ્તાર માટે રુ. ૨૩,૭૮૦.૬૨ પૈસા, ૨૬ કિ.મી. થી ૫૦ કિ.મી. સુધીના વિસ્તાર માટે રુ.૨૩,૭૮૫.૬૨ પૈસા અને ૫૦ કિ.મી. થી ઉપરના વિસ્તાર માટે રુ.૨૩,૭૯૦.૬૨ પૈસા નિયત કર્યા છે. એજન્ટે ફેરિયા પાસેથી ૨૦૦ લીટરના રુ.૪,૭૫૪.૧૨ પૈસા લેવાના પણ નિયત કરાયા છે. જયારે ગોધરા, શહેરા અને મોરવા(હ) તાલુકાઓ માટે સ્થાનિક ભાવ રુ.૨૪,૨૧૬.૬૨ પૈસા, ૧૦ કિ.મી. માટે રુ.૨૪,૨૨૧.૬૨ પૈસા ૧૧ થી ૨૫ કિ.મી. ના વિસ્તાર માટે રુ.૨૪,૨૨૬.૬૨ પૈસા, ૨૬ કિ.મી. થી ૫૦ કિ.મી. સુધીના વિસ્તાર માટે રુ.૨૪,૨૩૧.૬૨ પૈસા અને ૫૦ કિ.મી. થી ઉપરના વિસ્તાર માટે રુ.૨૪,૨૩૬.૬૨ પૈસા રહેશે. એજન્ટે ફેરિયા પાસેથી ૨૦૦ લીટરના રુ.૪,૮૪૩.૩૨ પૈસા લેવાના રહેશે.
એજ પ્રમાણે છુટક વિક્રેતાએ ગ્રાહક પાસેથી ૦૧ લીટર કેરોસીનના ભાવ પણ નિયત કરાયાં છે. જે મુજબ હાલોલ, કાલોલ, ઘોઘંબા અને જાંબુઘોડા તાલુકામાં સ્થાનિકથી લઇ ૨૫ કિ.મી. સુધીના વિસ્તાર માટે રુ.૨૪.૮૧ પૈસા અને તેથી વધુ કિ.મી.ના વિસ્તાર માટે રુ.૨૪.૮૬ પૈસા જયારે ગોધરા, શહેરા અને મોરવા(હ) તાલુકાઓ માટે સ્થાનિક અને ૨૫ કિ.મી. સુધીના વિસ્તાર માટે રુ.૨૫.૨૬ પૈસા જયારે તેથી વધુના વિસ્તાર માટે રુ.૨૫.૩૧ પૈસા નિયત કરવામાં આવ્યા છે.
પંચમહાલ જિલ્લાના વિવિધ વિસ્તારો માટે કેરોસીનના નિયત કરેલા ભાવોમાં ૫ ટકા GSTનો સમાવેશ કરવામાં આવે છે. આ હુકમથી નિયત કરેલા ભાવથી વધુ ભાવે કેરોસીન વિતરણ કરનાર એજન્ટ, છુટક વિક્રેતા, ફેરિયા, વાજબી ભાવની દુકાનના પરવાનેદાર સામે ધી કેરોસીનના હુકમ ૧૯૯૩ ની કલમ ૪ (૧) સી, ગુજરાત આવશ્યક ચીજવસ્તુ આદેશ-૧૯૮૧ તથા જાહેર વિતરણ વ્યવસ્થા ( નિયંત્રણ ) હુકમ-૨૦૦૧ ના ભંગ બદલ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ ૧૯૫૫ ની કલમ-૩ નો ભંગ ગણી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

Share

Related posts

ભરૂચ : આઉટસોસિંગ તથા ફિક્સ (કોન્ટ્રાકટ બેઝ) ના કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે કલેક્ટરને આવેદનપત્ર અપાયુ.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદના આગમનથી આજુબાજુના ગામડાઓમાં રહેતા ખેડૂતો પણ ખુશખુશાલ થઈ ઊઠ્યા

ProudOfGujarat

નાંદોદ તાલુકાનાં રાજપીપળા નગરપાલિકા વિસ્તારનાં વોર્ડ નં. ૭ ની રાજેન્દ્રનગર સોસાયટીનાં નિયત ૮ ઘરને COVID-19 કન્ટેન્ટમેન્ટ એરિયા તરીકે જાહેર કરતું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ પ્રસિદ્ધ કરેલું જાહેરનામુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!