Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોડાઉનમા આરોપીને શોધવા ગયેલી હાલોલ પોલીસને ગોડાઉનમાથી મળ્યો શંકાસ્પદ પ્લાસ્ટિકનો જથ્થો. જાણો વધુ

Share


હાલોલ, રાજુ સોલંકી
હાલોલ ટાઉન પોલીસની ટીમ એક ગુનાના આરોપીની તપાસ અર્થે પાવાગઢ રોડ પર આવેલા નવરંગ કોલોનીમાં આરોપીના પાર્ટનરના ગોડાઊનમા પહોંચ્યા હતા.પણ ત્યા આરોપી મળ્યો અને તેવામા પોલીસની નજર પ્લાસ્ટિકના દાણાના જથ્થો પર ગઈ અને આ ગોડાઉનના પાર્ટનરને આ જથ્થાના પુરાવા બીલો માંગતા રજુ ન કરી શકતા
હાલોલ પોલીસે પ્લાસ્ટીકના દાણાનો જથ્થો સીઝ કરી આ આરોપીના પાર્ટનર વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનૂસાર અંકલેશ્વર ના સ્કેર્પના વેપારી જમાલ એહમદ ખાન ને હાલોલના સ્કેર્પના વેપારી બોમ્બે સ્ક્રેપના માલિક સલીમભાઈ દ્વારા મારી નાખવાની ધમકી આપવા માં આવી હતી. અને તેમના આઠ સાગરીતો દ્વારા ગાડી પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા અંકલેશ્વર ના સ્ક્રેપના વેપારી જમાલ ખાને હાલોલ પોલીસ મથકે હાલોલ ના સ્ક્રેપના વેપારી સહિત અન્ય આઠ વ્યક્તીઓ સામે ફરિયાદ નોંધાવી હતી

Advertisement

ફરિયાદ ને લઈને હાલોલ ટાઉન પોલીસ ના પી.આઈ.બી.આર.ગોહિલ તેમજ વી.એમ.ચૌધરી સહિત પોલીસ ટીમે પાવાગઢ ના નવરંગ કોલોની ખાતે આવેલ મહંમદ સ્ક્રેપ ટ્રેડર્સ ગોડાઉન ખાતે જઇ સલીમની શોધખોળ કરતા સલીમ મળી આવ્યો ન હતો.પરંતુ આ ગોડાઉનમાં બિન હિસાબી કોઈપણ પ્રકારના બિલવગરના ૨૫ કિલોની ભરતી વાળા ૧૧૫૪ પ્લાસ્ટિકના દાણાની બેગો જેની કિંમત ૬,૩૪,૭૦૦/.રૂપિયા નો જથ્થો નજરે પડતા પોલીસે જથ્થાનું બિલ માંગતા મહંમદ ટ્રેડસના માલિક અબુબકર હસન મોહંમદ ચૌધરી રહે.હાલોલ.મૂળ રહે ઉત્તરપ્રદેશ સંતોષ પૂર્વક જવાબ નહિ આપતા પોલીસે બિલ વગરના પ્લાસ્ટીક ના દાણાનો જથ્થો સાથે તેની અટકાયત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે


Share

Related posts

ભરૂચ : કસક ગરનાળું બંધ રહેતા ભૃગુઋષિ બ્રિજ પર ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ.

ProudOfGujarat

રાજપીપલાના ડો. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે “જન ઔષધિ દિવસ” ની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

પંચમહાલ જીલ્લા કોંગ્રેસ સમિતિના અનુસુચિત જાતિ વિભાગ દ્વારા કલેકટરને આવેદનપત્ર અપાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!