Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : મક્તમપુરમાં આવેલ ગાયત્રીનગર સોસાયટીમાં રૂા. 2.60 લાખ કરતા વધુ મતાની ચોરી કરી તસ્કરો ફરાર.

Share

ભરૂચના મક્તમપુર વિસ્તારમાં આવેલ ગાયત્રીનગર સોસાયટી ખાતે તાજેતરમાં ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો. આ ચોરીના બનાવમાં તસ્કરોએ સોનાં ચાંદીના દાગીના અને રોકડા નાણાં મળી કુલ રૂ 2.60 લાખ કરતા વધુની મતાની ચોરી કરી હતી.

આ ચોરીના બનાવ અંગે હરિનભાઈ મધુસુદન જોષી રહે. વડોદરા એ સી ડિવિઝન પોલીસ મથક ખાતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ હરિન જોશીના માતા પિતા ભરૂચ મક્તમપુર ગાયત્રીનગરના મકાનમાં રહેતા હતાં. પરંતુ તેઓ તા. 4/12/21 થી તા. 12/12/21 દરમિયાન મકાન બંધ કરી મુંબઈ ગયા હતાં તે દરમિયાન તસ્કરોએ મકાનને નિશાન બનાવી ચોરી કરી હતી. તસ્કરોએ ગ્રીલ તેમજ મુખ્ય દરવાજાનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કરી તિજોરી તોડી રૂ. 2.51 લાખની કિંમતના સોનાં ચાંદીના દાગીના અને રોકડા રૂ. 15 હજારની ચોરી કરી હતી. આ બનાવની તપાસ સી ડિવિઝન પોલીસના પી.આઈ ડી. પી ઉનડકટ તપાસ કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

રાજકોટમાં લુખ્ખાઓનો ત્રાસ : મફત પાન આપવાની ના કહેતા દુકાનદારને મારમારી તોડફોડ કરી

ProudOfGujarat

ભારત બાયોટેકની કોવેક્સિન હવે અંકલેશ્વરમાં બનશે : કેન્દ્ર તરફથી મળ્યું ગ્રીન સિગ્નલ

ProudOfGujarat

દર્દી બીમારીના કારણે મૃત્યુ પામ્યો હોવા છતાં સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પર રખાયો ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!