Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : સાંસરોદ ગામમાં હૂઝૂર શૈખુલ ઇસ્લામ સૈયદ મોહમ્મદ મદની મિયા સાહેબનું ભવ્ય સ્વાગત કરાયું.

Share

ભરૂચ જિલ્લાના પાલેજ પંથકમાં પાંચ દિવસના પ્રવાસે આવેલા હુઝૂર્ શૈખુલ ઇસ્લામ હજરત સૈયદ મોહમ્મદ મદની મિયા સાહેબનું સાંસરોદ ખાતે અનુયાયીઓ દ્વારા શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. સાંસરોદ દરગાહ પાસે વિશાળ શામિયાણામાં એકત્ર થયેલા અનુયાયીઓને સૈયદ મોહમ્મદ મદની મિયા સાહેબે દીદાર આપી હાજરજનોના પ્રશ્નોના ઉત્તરો આપ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે હુઝુર શૈખુલ ઇસ્લામ સૈયદ મોહમ્મદ મદની મિયા સાહેબ તેમજ સૈયદ હમજા અશરફ સાહેબનું ફુલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રશ્નોત્તરી કાર્યક્રમ શરૂ થયો હતો. જેના સુંદર ઉત્તરો સૈયદ મોહમ્મદ મદની મિયા સાહેબે આપ્યા હતા. જેમાં પૂછાયેલા વિવિધ પ્રશ્નોના તેઓએ ઉત્તરો આપ્યા હતા. નમાઝ ખુરશી પર અદા કરવાનો શરઇ આદેશ શું છે ? તે પ્રશ્નના ઉત્તરમાં તેઓએ જણાવ્યું હતું કે જેને નમાઝ અદા કરવામાં તકલીફ પડે છે. તેઓ માટે ગમે તેવી રીતે નમાઝ અદા કરવાનો આદેશ છે. ખુરશી પર બેસીને નમાઝ અદા કરવામાં કોઇ વાંધો નથી. તકલીફના કારણે ખુરશી પર નમાઝ અદા કરી શકાય છે. ઇશારાથી પણ નમાઝ અદા કરી શકાય છે. દાઢી તેમજ વાળમાં કાળા કલર કરવું જાઈઝ છે ? તે પ્રશ્નના ઉત્તરમાં તેઓએ જણાવ્યું હતું કે શું યુવાન દેખાવા માટે કલર લગાવવો ? અલ્લાહ જે હાલમાં રાખે તે હાલમાં રહો. કોઈ શત્રુનો મુકાબલાના સમયે તો કલર કરી શકાય કેમ કે શત્રુ જાણી શકે કે સામેવાળો મજબૂત છે.

મૈયત થઈ હોય એ ઘરમાં કેટલા દિવસ ભોજન પહોંચાડવું જોઈએ ? તે પ્રશ્નનના ઉત્તરમાં તેઓએ જણાવ્યું હતું અમારે ત્યાં ભાતી કહેવાય છે. ભાતી મોકલવી જાઇઝ છે. પરંતુ જરૂરી નથી જેટલી જરૂરત હોય એટલું મોકલવું જોઈએ. મજાર શરીફનો તવાફ કરવો જાઈઝ છે ? તે પ્રશ્નના ઉત્તરમાં તેઓએ જણાવ્યું હતું કે બજારમાં જવું, સિનેમા ઘર જવું કેવું છે ? તો પછી મજાર શરીફ પર જવું કેમ ના જાઇઝ ? કબરોની જીયારત આખેરતની યાદ આપે છે. અદબ સાથે જવાનું કહ્યું હતું. જ્યાં નેક લોકોનો જિક્ર થાય છે ત્યાં અલ્લાહની રહમત વરસે છે. કબરોની જિયારત માટે જઇ શકાય છે. એમ તેઓએ જણાવ્યું હતું. અલ્લાહના વલીઓના આસ્તાના પર રહમત વરસે છે માટે ત્યાં જવું જાઈઝ છે.

વર્ષમાં જે મોટી રાતો આવે છે. તેમાં ફર્ઝ નમાઝ છોડીને નવાફિલ અદા કરવું જાઈઝ છે ? તે પ્રશ્નના ઉત્તરમાં તેઓએ જણાવ્યું હતું કે ફર્ઝ નમાઝ પણ અદા કરવી જોઈએ અને નવાફીલ નમાઝ પણ અદા કરવી જોઈએ. સૈયદની સાથે નિસબતના પ્રશ્નના ઉત્તરમાં તેઓએ જણાવ્યું હતું કે તેઓની અદબ અને મોહબ્બત બન્ને ફર્ઝ છે. જો સૈયદ અલ્લાહ અને તેના રસૂલની ખિલાફ હોય તો તેઓની વાત માનવી જાઈઝ નથી પરંતુ તેઓની સાથે મોહબ્બત રાખવી જોઈએ. અંતમાં સલાતો સલામ અને દુઆ સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું. આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અનુયાયીઓ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ગામના યુવાનોએ જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

આજરોજ પોર વેરાઈ માતાજી ના મંદિર ના હોલ માં ખેતીવાડી ઉત્પન બજાર સમિતિનું આયોજન કરવામાં આવ્યું હતું

ProudOfGujarat

ભરૂચ પોલીસ દ્વારા આયોજીત સેફ એન્ડ સિક્યુર નવરાત્રી મહોત્સવમાં જામી ગરબાની રમઝટ, પ્રજા વચ્ચે અધિકારીઓ પણ ગરબે ઘૂમ્યા

ProudOfGujarat

સુરતમાં જાણીતા બિલ્ડર ગ્રુપને ત્યાં ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા આઇ.ટી.ના દરોડા પડતા બિલ્ડર લોબીમાં ફફડાટ જોવા મળ્યો છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!