Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ પોલીસ દ્વારા આયોજીત સેફ એન્ડ સિક્યુર નવરાત્રી મહોત્સવમાં જામી ગરબાની રમઝટ, પ્રજા વચ્ચે અધિકારીઓ પણ ગરબે ઘૂમ્યા

Share

ભરૂચ જિલ્લા પોલીસ પરિવાર દ્વારા નવરાત્રિ મહોત્સવનું ભરૂચ પોલીસ હેડ ક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. SAFE & SECURE NAVRATRI ના સૂત્ર સાથે આયોજિત ગરબા મહોત્સવમાં નવરાત્રીના પહેલા દિવસે જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા સહીત જિલ્લાના પોલીસ અધિકારીઓ ગરબે ઘૂમ્યા હતા.

સંવેદનશીલ નગર ભરૂચમાં કાયદો અને વ્યવસ્થાના તણાવને નેવે મૂકી જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા સાથે નાયબ પોલીસ અધિક્ષક પી એલ ચૌધરી, ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર ઉત્સવ બારોટ અને સબ ઇન્સ્પેકટર પ્રદીપસિંહ વાળા સહિતના ધિકારીઓ ગરબે ઘુમતા જોવા મળ્યા હતા.

ભરૂચ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આયોજિત આ નવરાત્રિ મહોત્સવ દરમિયાન માતાજીની ભક્તિ, આરાધના અને ગરબાની રમઝટ સુરક્ષિત વાતાવરણ વચ્ચે જામશે. બાળકીઓ અને યુવતીઓ અહીં સલામત વાતાવરણમાં સુરક્ષાના અભાવ વિના ગરબા રમી શકે તે માટે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પણ ગરબા મહોત્સવ 2023નું આયોજન કરવામાં આવ્યું છે. SAFE & SECURE NAVRATRI ના સૂત્ર સાથે કરવામાં આવેલા આયોજનમાં નવરાત્રીના પહેલા દિવસે ગરમાંની રમઝટ જામી હતી.

ઉચ્ચ પોલીસ અધિકારીઓ મનમુકીને ગરબે ઘૂમ્યાં હતા. ઉલ્લેખનીય છે કે પોલીસ અધિકારીઓ પાસે જિલ્લાના અન્ય ગરમ મહોત્સવમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી જવાબદારી પણ છે તો સાથે પોતાના ભવ્ય આયોજનને સફળ બનાવવા પણ તે ઝઝૂમી રહ્યા છે.

Advertisement

Share

Related posts

UPL કંપનીના CSR વિભાગના વડા ઋષિ પઠાણીયાએ જિલ્લા કલેક્ટર શાહની મુલાકાત લઇ રાજપીપલાના સ્મશાન ગૃહની રિનોવેટ થઇ રહેલી કામગીરી નિહાળી સંતોષ વ્યક્ત કર્યો.

ProudOfGujarat

પંચમહાલ જિલ્‍લા સમાહર્તાએ દેલોચ ગામે રાત્રિ સભા યોજી ગ્રામજનોની લાગણી-માગણીઓને વાચા આપીઆરોગ્‍ય અને શિક્ષણ વિકાસના મહત્‍વના પરિબળો છે:– જિલ્‍લા સમાહર્તા શ્રી ઉદિત અગ્રવાલ

ProudOfGujarat

વડોદરા જિલ્લાનાં કરજણ તાલુકાનાં કુરાઈ ગામે મોંઘવારીનાં મુદ્દે આજે રાંધણ ગેસનાં વધતા જતાં ભાવ વિશે કાર્યક્રમ રાખેલ હતો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!