Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભારત પાકિસ્તાન વચ્ચેની વર્લ્ડ કંપની રાઉન્ડ લીગ મેચ અને આગામી નવરાત્રી પર્વને અનુલક્ષીને નબીપુર પોલીસ દ્વારા શુકલતીર્થ ગામે પોલીસની ફ્લેગ માર્ચ યોજાઈ

Share

હાલમાં ભારતમાં આઈ.સી.સી. એક દિવસીય મેચનો વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે જેમાં ગઈકાલે પરંપરાગત હરીફો ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદના વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમા રમાઈ હતી અને સાથોસાથ આગામી દિવસોમાં નવરાત્રી પણ શરૂ થવા જઈ રહી છે અને હંમેશા આ બંને દેશો વચ્ચેની મેચો હાઈ પ્રોફાઈલ મેચો હોય છે. જે અંતર્ગત આ મેચ દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગુજરાત પોલીસે પૂરતો બંદોબસ્ત રાખ્યો હતો.

તે અંતર્ગત ભરૂચ જિલ્લાના શુકલતીર્થ ગામે વાતાવરણ દાહોરાય નહીં અને આગામી તહેવારો શાંતિમય વાતાવરણ મા ઉજવાય તે માટે નબીપુર પોસ્ટ નબીપુર પોલીસ સ્ટેશનના પી.એસ. આઈ. કે.એમ.ચૉધરીની દેખરેખ હેઠળ જિલ્લાના શુકલતીર્થ ગામે પોલીસ ની ફ્લેગ માર્ચ યોજાઈ હતી જેમાં જનતાને શાંતિમય વાતાવરણ બનાવી રાખવાની અપીલ કરાઈ હતી. ગ્રામજનોએ પણ ગામમાં શાંતિ બનાવી રાખી આવનારા તહેવારો શાંતિથી ઉજવાય તેની ખાત્રી આપી હતી.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે કરુણા અભિયાન તથા જીવદયા પ્રેમીઓ દ્વારા અંતર્ગત ઘાયલ પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી

ProudOfGujarat

બપોરે 4 વાગ્યે દુકાનો બંધ રાખવાના જાહેરનામાનાં પગલે નેત્રંગમાં ખાતર બિયારણ અને યુરિયાની ખરીદી માટે બજારોમાં લાંબી કતારો જોવા મળી.

ProudOfGujarat

ભરૂચના શખ્સ સાથે મોબાઇલ સિમ ડિએક્ટિવેશનના નામે બંધ કરાવી ખાતામાંથી 15.65 લાખની ઠગાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!