Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણના ઓઝથી મોટીકોરલને જોડતો માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકો હાલાકીમાં મુકાયા.

Share

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ઓઝ ગામથી મોટીકોરલ ગામને જોડતો માર્ગ બિસ્માર બનતા વાહનચાલકો સહિત ગ્રામજનો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તાજેતરમાં નર્મદા નદીમાં આવેલા ઘોડાપૂરના પગલે માર્ગનું ધોવાણ થયું હોવાની લોકમુખે ચર્ચાઓ ચાલી રહી છે. માર્ગ બિસ્માર બનતા સ્થાનિકો અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે. નારેશ્વર – પાલેજના મુખ્ય માર્ગ પર આવેલ ઓઝ ગામથી મોટીકોરલ તરફ જવા માટે આ માર્ગ વાહનચાલકો માટે મુખ્ય માર્ગ છે.

માર્ગ ખખડધજ હાલતમાં થઇ જતા વાહનચાલકો માટે માર્ગ શિરોવેદના સમાન બનવા પામ્યો છે. ઓઝથી મોટીકોરલ માર્ગ પર મસ મોટા ખાડાઓને લઇ આવતા જતા તમામ ગામના વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. આ રૂટના ગામડાઓના વાહન ચાલકો, નોકરિયાતો, ખેડૂતો બિસ્માર માર્ગના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. માર્ગ મકાન વિભાગ દ્વારા બિસ્માર માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

ભરૂચ : ભાડભુતનાં સરપંચ સરોજ ટંડેલ અને જિલ્લા બક્ષીપંચ મોરચાનાં ઉપપ્રમુખ પ્રવીણ ટંડેલે પક્ષમાંથી રાજીનામુ આપ્યું.

ProudOfGujarat

સરકારી વિજ્ઞાન કોલેજ, વાંકલના પ્રાણીશાસ્ત્ર વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય વાઘ દિવસની ઊજવણી કરાઇ.

ProudOfGujarat

આમોદ તાલુકાના ઇખર સ્થિત હજરત ઇસા પીર રહમતુલાહ અલયહેની દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!