Proud of Gujarat
FeaturedGujaratINDIA

આમોદ તાલુકાના ઇખર સ્થિત હજરત ઇસા પીર રહમતુલાહ અલયહેની દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ.

Share

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ઇખર સ્થિત તળાવની સામે આવેલી સુપ્રસિધ્ધ હજરત પીર ઇસા પીરની દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. દર વર્ષે ઇસ્લામી શાબાન માસમાં સંદલ શરીફની વિધિ પરંપરાગત રીતે સંપન્ન કરવામાં આવે છે. આ પ્રસંગે અસરની નમાઝ બાદ ઉપરોક્ત દરગાહ શરીફ પર દરગાહ કમિટી દ્વારા સંદલ શરીફ અદા કરવામાં આવ્યું હતું. દરગાહ કમિટી તેમજ અકીદતમંદો દ્વારા દરગાહ શરીફ પર ફૂલ ચાદરો અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ સલાતો સલામ નું પઠન કરવામાં આવ્યું હતું. સાથે સાથે દુઆ પણ ગુજારવામાં આવી હતી. સંદલ શરીફ પ્રસંગે મોટી સંખ્યામાં અકીદતમંદો ઉમટી પડયા હતા.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

ભરૂચ : આવકનાં પ્રમાણપત્ર મેળવવામાં મુશ્કેલી થતી હોવાથી સામાજિક કાર્યકર અબ્દુલ કામઠી દ્વારા રજુઆત કરવામાં આવી.

ProudOfGujarat

૫૦૦ ગ્રામ ચા ખરીદવા ઓનલાઈન ઓર્ડર આપ્યો અને ખાતામાંથી ૨૦ હજાર ઉપડી ગયા, અંકલેશ્વર ના યુવાન સાથે છેતરપિંડીની ઘટના બની

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ગાઢ ધુમમ્સ વચ્ચે હિલ સ્ટેશન જેવો માહોલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!