Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ખાતે ગ્રામ્ય વિસ્તારની સગીરાનું અપહરણ કરી બે નરાધમોએ ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ આચાર્યુ હોવાની ઘટનાથી ખળભળાટ

Share

ભરૂચ જિલ્લાનાં અંકલેશ્વર પંથકનાં એક વિસ્તારનાં ખેતરમાં ગ્રામ્ય વિસ્તારની એક 15 વર્ષીય સગીરા સાથે બળાત્કારની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી છે, બે જેટલા નરાધમોએ પ્રથમ સગીરાનું અપહરણ કરી ત્યાર બાદ તેને એક ખેતરમાં ઝાડીઓ વચ્ચે લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હોવાનો મામલો અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો છે.

અંકલેશ્વર નજીક ખેતરમાં રાત્રીના અંધારાનો લાભ લઈ સગીરા સાથે દુષ્કર્મ ગુજારનારા બે નરાધમ ઈસમો હેમંત પટેલ અને જયદીપ પઢીયાર સામે પોલીસે સગીરાના પિતાની ફરિયાદ લઈ મામલે બળાત્કાર, પોક્સો, અપહરણ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હોવાનું પ્રાથમિક જાણકારી સામે આવી રહ્યું છે.

Advertisement

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે બંને નરાધમો સામે ગુનો દાખલ કરી તેઓની ધરપકડની તજવીજ હાથધરી છે, તો બીજી તરફ બળાત્કારનો ભોગ બનેલ સગીરાનું મેડિકલ પરીક્ષણ કરવાની કવાયત શરૂ કરી છે. ગ્રામ્ય વિસ્તારની માસુમ સગીરાને ખેતરમાં લઈ જઈ પોતાના હવસનું શિકાર બનાવનારા ઈસમો સામે ઘટના બાદથી લોકો ફીટકારની લાગણી વર્ષાવી રહ્યા છે.


Share

Related posts

અંકલેશ્વરની એસ.વી.ઈ.એમ સ્કૂલ ખાતે સ્વામી વિવેકાનંદ જયંતિની ઉજવણી

ProudOfGujarat

વડોદરાની નવરચના સ્કૂલના વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 16 માં રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!