Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : જુગાર રમતા બે આરોપીને ઝડપી પાડતી નેત્રંગ પોલીસ.

Share

ભરૂચમાં વિવિધ જગ્યાએ જુગારના અડ્ડાઓ ધમધમે છે ત્યારે નેત્રંગ વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગમાં હતી તે સમયે બાતમીના આધારે રેડ કરતાં પોલીસે સ્થળ પરથી બે આરોપીને ઝડપી પાડયા છે અને અન્ય ત્રણ ફરાર આરોપીની શોધખોળ પોલીસે કરી છે.

ભરૂચના વિસ્તારોમાં જુદી-જુદી જગ્યાઓ પર ચાલતા જુગારના અડ્ડાઓ પર પોલીસે બાતમીના આધારે રેડ કરતાં હોય છે. ગતરાત્રિના પોલીસ ચંદ્રવાણ (તાડ કંપની) ગામનો રાજેન્દ્ર ઉર્ફે ગોલટો જશવંત વસવાના ઘર પાસે કેટલાક લોકોને ભેગા કરી પાના-પત્તા વડે રૂપિયાની હારજીતનો જુગાર રમાડતો હોય જેમાં પોલીસે સ્થળ પરથી બે આરોપીઓ (1) નિતેશ રમણ વસાવા રહે. કાંટીપાડા ફોરેસ્ટ કંપની તા.નેત્રંગ જી.ભરૂચ (2) હરેશ શાંતિલાલ વસાવા રહે.કાંટીપાડા ફોરેસ્ટ કંપની તા.નેત્રંગ જી.ભરૂચને ઝડપી પોલીસે અંગ જડતીનાં રૂ.9080/- તથા દાવ પરની રોકડ રકમ રૂ. 2000/- મળી કુલ રોકડા રૂ.11,080/-, બે નંગ મોબાઈલ ફોનની કિં.5500/- મળી કુલ રૂ.16,580 સહિત બંને આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી વોન્ટેડ આરોપીઓ (1) જીભાઇ (2) પ્રવીણ ઉર્ફે છોટુહજામ વાળંદ (3) આરીફ ઉર્ફે લસણિયોને પકડી પાડવાનાં ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચના ઉતરાણ પર્વ અંગે તડામાર તૈયારીઓ જલેબી અને ફાફડા તેમજ ઊંધિયાની મેફીલ જામશે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કર્મચારીઓ દ્વારા કામગીરી કરાય

ProudOfGujarat

ઝઘડિયાના રઝલવાડા પ્રાથમિક શાળા ખાતે ભાષામેળાનું આયોજન કરવામાં આવ્યું

ProudOfGujarat

નેત્રંગની ચાસવડ દુધ ડેરીએ ૩૧૨ બેગ પશુદાનનું વિતરણ કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!