Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં માહિતી ખાતાનાં હોલમાં પત્રકાર એકતા સંગઠનની મિટિંગ યોજાઇ.

Share

ગઇકાલે ભરૂચ જિલ્લા પત્રકાર એકતા સંગઠનની મીટીંગ ભરૂચનાં માહિતી ખાતાનાં હોલ ખાતે યોજાઇ હતી. મીટીંગમાં દીપ પ્રાગટ્ય મહિલા પત્રકારોનાં વરદ હસ્તે કરી સ્વાગત અશોકભાઈ રાવલે કર્યું હતું. પ્રદેશ સમિતિના પ્રમુખ તરીકે લાભુભાઈ કાત્રોડીયાની ફરી નિમણુક બાદ આ બીજી મીટીંગ હોવાથી ભરૂચ જિલ્લા અને તાલુકાના તમામ પત્રકારો એ પ્રદેશ અધ્યક્ષનું પુષ્પગુચ્છ, ફૂલહાર કરી ભવ્ય સ્વાગત કર્યા બાદ મીટીંગમાં ઉપસ્થિત પત્રકારોનો પરિચય અને ચર્ચા યોજાઈ હતી.

ભરૂચ જિલ્લાનાં અધ્યક્ષ અતુલભાઈ મુલાણીનાં આયોજન અને માર્ગદર્શનથી પ્રમુખની નિમણુક સમયે એક સૂરે, સર્વાનુમતે ફરી લાભુભાઈ કાત્રોડીયાને પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા બાદની આ ભરૂચ જિલ્લાની બીજી મીટીંગ યોજાઇ હતી. નવ નિયુક્તિ પત્રકાર એકતા સંગઠન નાં હોદ્દેદારોને, ફૂલહાર કરી સન્માન કર્યું હતું. તાલુકા સંગઠનનાં મુખ્ય હોદ્દેદારો, પ્રમુખોની નિયુક્તિ, નિયુક્તિ પત્ર અને સન્માન કરવામાં આવ્યું હતું.

Advertisement

ભરૂચ ખાતેની મીટીંગમાં ઝોન 3 ની પૂર્તતા કરવામાં આવી હતી. ઝોન 3 માં ભરૂચ જિલ્લામાંથી ફિરોઝ દીવાનને ઝોન કોર્ડીનેટરની નિમણુક કરતા સન્માન કરી હતી. આ મિટિંગમાં ખાસ પત્રકારત્વમાં રસ ધરાવતા એડવોકેટ એ.બી.સિપાઈને લીગલ સેલમાં નિમણુક આપી હતી તેમજ પ્રદેશ કારોબારી માટે સમિમબેન પટેલ તેમજ જાવિદ મલેકને સર્વાનુમતે વધાવી સન્માનિત કર્યા હતા. ભરૂચ પ્રભારી તરીકે ખૂબ મહેનતુ એવા ધર્મેશભાઈ મિસ્ત્રીને સન્માનિત કરી શ્રેષ્ઠ કામગીરીને બિરદાવી હતી. સંગઠનની રચના અને પ્રદેશ ટીમની મહેમાનગતિ યાદગાર બની રહી હતી. પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાત્રોડીયાએ તમામ નિયુક્તિને આવકારી શુભેચ્છા પાઠવી હતી. ખૂબ સંપ અને સંગઠિત સંખ્યા જ સાચા સંગઠનનું નિર્માણ કરી શકે. સંપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું અને તમામ નિયુક્ત હોદ્દેદારો ઉપસ્થિત પત્રકારોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. મિટિંગમાં પ્રદેશ પ્રમુખ સાથે ગીરવાન સિહ સરવૈયા, પૂર્વ ઉપપ્રમુખ પ્રદેશ કારોબારી તેમજ આર બી રાઠોડ પૂર્વ મહામંત્રી પ્રદેશ કારોબારી તેમજ નીતિન ઘેલાણી, સુરત પ્રમુખ સતીશ કુંભાણી, હકીમ વાણા, જનક ભાઈ દલાલ, સહિત આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ મીટીંગને સફળ બનાવવા સહ પ્રભારી મનીષ રાણા તેમજ ભરૂચ તાલુકા પ્રમુખ મનોજ ખંભાતા, હાંસોટ તાલુકા પ્રમુખ અશોક રાવલ, વાલિયા તાલુકા પ્રમુખ વિક્રમસિંહ દેશમુખ, વાગરા તાલુકા પ્રમુખ નઈમ દીવાન, આમોદ તાલુકાનાં નવ નિયુક્ત પ્રમુખ જકવાન ઝાલ, ઉપપ્રમુખ પ્રશાંત પરમારની નિયુક્તિ કરી શુભેચ્છા પાઠવી હતી.

જિલ્લા સંગઠનનાં વિનોદ જાદવ, અસ્લમભાઈ ખેરાણી, નેત્રંગથી ઇકરામ શેખ, અતુલ પટેલ, પિરુભાઈ મિસ્ત્રી, ભાવસિંહ ગોહિલ, અનીશા પેઈન્ટર, ઇકબાલ મન્સૂરી, ભરતસિંહ રાજ સહિતનાંઓએ ખાસ જહેમત ઉઠાવી હતી.


Share

Related posts

નર્મદાનાં કોરોનાનાં 9 દર્દીઓને સાજા કરનાર તબીબ ડો.મેંણાતનું લોકોએ સ્વાગત કર્યું.

ProudOfGujarat

શું કરી રહ્યું છે તંત્ર..? જંબુસર તાલુકાના સરદારપુરા અને ડોલિયામાં પીવાનું પાણી નહી મળતા ગ્રામજનોમાં આક્રોશ..!!

ProudOfGujarat

ગુજરાત યુનિવર્સિટીમાં NSUI નો હોબાળો, ઉત્તરવહીઓ ગાયબ થવા મામલે SIT ની રચના કરવા માંગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!