Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : જલારામ સિઝનલ સ્ટોલમાંથી ચાઈનીઝ દોરીનું વેચાણ કરતો એક ઈસમ ઝડપાયો.

Share

ભરૂચમાં શક્તિનાથ સર્કલ ખાતેથી જલારામ સીઝનલ સ્ટોલમાંથી પોલીસે બે હજારથી વધુની પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતાં શખ્સને પકડી પાડયો છે.

આગામી દિવસોમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે શહેરમાં ચાઇનીઝ તુક્કલ તથા સિન્થેટીક મટિરિયલ, ટોકસીન મટિરિયલ, પ્લાસ્ટિક મટીરિયલથી તૈયાર કરેલ દોરીના વેચાણ પર પ્રતિબંધ હોય તેમ છતાં ભરૂચના શક્તિનાથ સર્કલ ખાતે જલારામ સીઝનલ સ્ટોલમાં આ પ્રકારની પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરાતું હોય આથી “એ ડિવિઝન” પોલીસ પેટ્રોલીંગમાં હોય તે સમયે બાતમીના આધારે જલારામ સીઝનલ સ્ટોલમાં તલાશી લેતા પ્રતિબંધિત ચાઈનીઝ ફિરકા નંગ – 11, અંદાજીત કિં.રૂ.250/- કુલ રૂ.2750/- સાથે દુકાન માલિક રૂપેશ રાજુભાઇ કાયસ્થ ઉ.વ.34, ધંધો-વેપારી, રહે. બી-63,સ્વતિક સોસાયટી, જે.બી.મોદી પાર્ક સામે, ભરૂચનાને પોલીસે રંગેહાથ પ્રતિબંધિત દોરાનું વેચાણ કરતાં ઝડપી પાડયો છે.

Advertisement

Share

Related posts

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને સ્વ. રાજીવ ગાંધીની જન્મ જયંતિ પ્રસંગે વકૃત્વ સ્પર્ધા યોજાઇ.

ProudOfGujarat

જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ દ્વારા “વોઇસ ઓફ ભરૂચ ” સિંગિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

ગુજરાતી નરેન્દ્ર મોદી બનારસ છોડે:વારાણસીમાં ‘જંગ-એ-એલાન’ના નામથી પોસ્ટરો :જબરો રોષ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!