Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : આમોદના સરભાણ ખાતે સગીરા સાથે રેપ વિથ મર્ડરનો મામલો, ક્રાઇમ બ્રાંચે આરોપીની કરી ધરપકડ.

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના સરભાણ ગામ ખાતે ગત નવેમ્બર માસની ૮ મી તારીખે ૧૩ વર્ષીય એક સગીરા પોતાના ગામની સીમમાં લાકડાં વીણવા માટે ગયા બાદ તેની લાશ મળી આવતા મામલા અંગે ભારે ચકચાર મચી હતી, ઘટનાની જાણ થતાં પોલીસે મૃતક સગીરાના મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવતા તેની સાથે દુષ્કર્મ કર્યા બાદ તેનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવતા સમગ્ર મામલો ચર્ચાસ્પદ બન્યો હતો.

સરભાણ ગામની સીમમાં બનેલ ઘટના બાદ ભરૂચ પોલીસ વિભાગની અલગ અલગ ટીમોએ મામલે તપાસના ધમધમાટ શરૂ કરી અનેક શંકાસ્પદ લોકોની પૂછપરછ કરી હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી ૧૧૦૦ થી વધુ મોબાઈલ ધારકોની ચકાસણી કરી હતી, જે બાદ પોલીસ તપાસમાં સરભાણ ગામમાં જ મજૂર કોલોની ખાતે રહેતા વસંત પૂજાભાઈ રાઠોડ નામના ૨૪ વર્ષીય આરોપીની ઘટનામાં સંડોવણી બાહર આવી હોવાની વિગતો સામે આવી છે, જેમાં આરોપી વસંત સગીરાની દુકાને ગુટખા ખાવા માટે જતો હોય તે જ સમયે તેની નજર સગીરા ઉપર બગડી હતી અને બાદમાં તેણે મોકાનો લાભ લઈ સગીરા ગામની સીમમાં લાકડાં વીણવા જતી હોય તેનુ મોઢું દબાવી સગીરાને જમીન પર પાડી દઈ તેની સાથે દુષ્કર્મ આચરી તેનું ગળું દબાવી દઈ હત્યાને અંજામ આપ્યો હતો.

સગીરાના મોત બાદ પોલીસને ગુમરાહ કરવા માટે આરોપીએ અન્ય લોકોની સાથે મળી જઇ તેની લાશને તેના ઘર પાસે લઇ જઇ મામલે ધાક પિછોડો કરવાનો પ્રયાસ કર્યા હોવાનું પણ સામે આવ્યું છે,પરંતુ આખરે સગીરાના મોતનો હત્યારો પોલીસ પકડથી બચી શક્યો નહિ અને હાલમાં જેલના સળિયા પાછળ ધકેલાયો છે.

Advertisement

હારૂન પટેલ : ભરૂચ


Share

Related posts

કરજણ કોંગ્રેસ તાલુકા સમિતિ દ્વારા તાલુકા સંયોજકો તેમજ સદસ્ય નોંધણી બાબતે યોજાઇ મીટીંગ.

ProudOfGujarat

માટીનું દાન કરનાર ઝગડીયા જીઆઈડીસીની નામાંકિત કંપની અંગેની અંગત-સંગત વાતો તેમજ હકીકતોથી સનસનાટી.

ProudOfGujarat

ગુજરાતી ચલચિત્ર ફિલ્મ “બેફામ”માં ગોપાલ ઇટાલિયા ના જુતું મારતા સિને ફિલ્મ ને ચર્ચાસ્પદ બનાવી ………..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!