Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદના ધંધુકામાં ફાયરિંગ કરી યુવકની હત્યા કરવાના બનાવ અંગે ભરુચ જીલ્લા કલેકટરને પાઠવાયું આવેદન.

Share

તાજેતરમાં અમદાવાદના ધંધુકા તાલુકામાં ફાયરિંગ કરીને યુવકની હત્યા કરવાના બનાવ અંગે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આવેદનપત્ર પાઠવવામા આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગત તા.26 ના રોજ અમદાવાદ તાલુકાના ધંધુકામાં કિશનભાઈ શિવાભાઈ બોળીયા માલધારી ભરવાડ સમાજના યુવકની બે વિધર્મી યુવકો દ્વારા ગોળી મારી હત્યા કરવામાં આવી હતી જેના પગલે ધંધુકા વિસ્તારમાં તબદીલીનું વાતાવરણ ફેલાયું હતું. જોકે ફાયરિંગની ઘટનામાં પોલીસે સાત અલગ-અલગ ટીમો બનાવીને બે આરોપીની અટક કરી હતી. આ હત્યાનું કાવતરું આયોજનબદ્ધ રીતે ઘડવામાં આવ્યું હોવાનું જણાવી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગણી કરી આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવાની માંગ કરવામાં આવી હતી.

આવેદનપત્રના કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના મહામંત્રી જશવંત ગોહિલ, સેજલ દેસાઇ, રુદ્ર સેનાના સંયોજક જીણાભાઈ ભરવાડ, બાહુબલી સંયોજક વિનોદ જાદવ, વિરલ ગોહિલ સહિતના હિન્દુ સંગઠનના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જીણા ભરવાડે જણાવ્યું હતું કે કાયદો હાથમાં લેતા અમને પણ આવડે છે પરંતુ અમે કાયદો હાથમાં લેવા માંગતા નથી બાકી ખૂબ ઓછા સમયમાં આ ઘટનાનું પરિણામ લાવી શકીએ તેમ છે.

Advertisement

Share

Related posts

ધો.12 સાયન્સ રિપીટર્સ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર.

ProudOfGujarat

સુરત : વેસુમાં માનસિક તણાવમાં 10 માં માળેથી કુદીને આપઘાતનો પ્રયાસ કરનાર મહિલાને ફાયરબ્રિગેડે બચાવી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ગુરૂનાનક જયંતિ તેમજ દેવ દિવાળીના ભક્તિમય સંગમથી સમગ્ર વાતાવરણ ભક્તિરંગથી રંગાઇ ગયુંં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!