Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

મોટરીંગ પબ્‍લીકની સગવડતા માટે પસંદગી નંબરની ફાળવણી માટે ઓનલાઇન AUCTION શરૂ

Share

સહાયક પ્રાદેશિક વાહનવ્‍યવહાર કચેરી – ભરૂચ ધ્‍વારા મોટરીંગ પબ્‍લીકની સગવડતા માટે પસંદગી નંબરની ફાળવણી માટે ઓનલાઇન AUCTION શરૂ કરવામાં આવેલ છે. અત્રેની કચેરીમાં બે પૈડાવાળા પ્રાઇવેટ વાહનો માટેના નંબર માટેના ગોલ્‍ડન અને સીલ્‍વર નંબર માટેની GJ-16-CJ ના ગોલ્‍ડન અને સીલ્‍વર નંબરના સીરીઝની AUCTION માટે શરૂ કરવામાં આવેલ છે તો ઇચ્‍છા ધરાવતા વાહન માલિકો તેમના વાહનોનું રજીસ્‍ટ્રેશન કરાવી ઓનલાઇન http:/parivahan.gov.in/fancy પર ઓનલાઇન રજીસ્‍ટ્રેશન કરી AUCTION માં ભાગ લઇ શકે તે હેતુસર જાહરે જનતાના હિતમાં ઓકશનની મુદત વધારવામાં આવેલ છે. જેની સુચનાઓ આ મુજબ છે. (૧) તા.૦૨/૦૪/૨૦૧૮ થી તા.૦૪/૦૪/૨૦૧૮ નાં રોજ બપોરે ૦૨:૦૦ વાગ્‍યા સુધી RE-AUCTION માટેના ફોર્મ રજીસ્‍ટ્રેશન કરાવવાના રહેશે અને એપ્‍લીકેશન કરવાની રહેશે. (૨)તા.૦૪/૦૪/૨૦૧૮ ના રોજ બે કલાક પછીથી તા.૦૬/૦૪/૨૦૧૮ ના રોજ બપોરે ૦૨:૦૦ વાગ્‍યા સુધી AUCTION માટેનું Bidding Open રહેશે. (૩) તા.૦૬/૦૪/૨૦૧૮ ના રોજ ફોર્મ જમા કરાવવાના રહેશે. (૪) જે અરજદારોના ઇ-ફોર્મ સી.એન.એ. ફોર્મ સાત દિવસની અંદર ઓનલાઇન સબમીટ કરવાનું રહેશે જો ફોર્મ અત્રેની કચેરીએ રજૂ કરેલ નહી હોય તો તેઓનો પસંદગીનો નંબર ફાળવવામાં આવશે નહી. વધુ માહિતી માટે http:/youtube/Q3a9k/Q13kc પર સંપર્ક કરી શકશે. વાહનના સેલ લેટરમાં સેલ તારીઅ થી ૬૦ દિવસના અંદરના જ અરજદારોએ હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકશે. ગોલ્‍ડન અને સિલ્‍વર સિવાયના નંબરો માટે ૩૦-દિવસની અંદરના અરજદારોએ હરાજી કરી શકાશે એમ સહાયક પ્રાદેશિક વાહન વ્‍યવહાર અધિકારી – ભરૂચે જણાવ્‍યું છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ધંતુરીયા ગામ ખાતે એક યુવાને લગ્નની પીઠીની હાલતમાં મતદાન કર્યું…..

ProudOfGujarat

ભરૂચ શહેર વોર્ડ નંબર-૭ માં એકતા ગ્રુપ દ્વારા ટાઇગર પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય હતી.

ProudOfGujarat

ઝઘડીયાના ફિચવાડા ગામે જિલ્લા પંચાયત દ્વારા હેલ્થ કેર મેળો યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!