Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના કંબોલી ગામથી આમોદ તાલુકાના કોઠી – વાતરસા ગામને જોડતો માર્ગ બિસ્માર બનતા અનેક લોકો પરેશાન…

Share

ભરૂચ તાલુકાના કંબોલી ગામથી આમોદ તાલુકાના કોઠી – વાતરસા ગામને જોડતો ચાર કિમીનો માર્ગ અતિ બિસ્માર બનતા વાહનચાલકો સહિત ગ્રામજનો તેમજ શાળામાં અભ્યાસ કરતા છાત્રો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે. મીડિયા ટીમ દ્વારા માર્ગની મુલાકાત લેતા કંબોલી ગામથી કોઠી – વાતારસા ગામ તરફ જતો માર્ગ ઉબડખાબડ હાલતમાં નજરે પડ્યો હતો. માર્ગ પર ઠેર ઠેર ખાડા પણ જોવા મળ્યા હતા. કોઠી – વાતરસા ગામના ઉપસરપંચ સલીમભાઈએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે માર્ગ બિસ્માર બનતા અમે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છીએ.

તેમજ શાળાએ જતા છાત્રો પણ હાલાકી ભોગવી રહ્યા છે. બિસ્માર માર્ગ માટે તેઓએ નજીકમાં ચાલી રહેલા રેલવે કોરિડોરના કામ માટે આવતા – જતા ભારદારી વાહનોને જવાબદાર ગણાવી આક્ષેપો કર્યા હતા. તો શાળામાં અભ્યાસ કરતી છાત્રાએ પણ માર્ગ બિસ્માર બનતા શાળાએ જતા છાત્રો મુશ્કેલીઓ વેઠી રહ્યા હોવાનું જણાવ્યું હતું. ઉપસરપંચ સલીમ ભાઈએ તંત્ર દ્વારા તાકીદે માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવે એવી ગ્રામજનો વતી માંગ કરી હતી.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

ભરૂચના ભઠિયારવાડ વિસ્તાર માં ત્રણ થી ચાર દુકાનો માં તસ્કરો ત્રાટકીય હતા..જેમાં એક મેડિકલ સ્ટોર ના સીસીટીવી માં સમગ્ર ઘટના કેદ થવા પામી હતી ત્યારે મામલા અંગે બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથધરી…….

ProudOfGujarat

સુરતમાં વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો, ટીશર્ટ પર લખ્યું ગેમ ઓવર, એટીકેટીમાં આ પગલું ભર્યાની આશંકા.

ProudOfGujarat

રાજપીપળા ગેસ એજન્સીઓ પર પડતી લાંબી લાઈનોમાં ડિસ્ટન્સ ન જળવાતા પોલીસ પહોંચી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!