Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : બાળ પ્રતિભા શોધ નિબંધ સ્પર્ધામાં બાકરોલ શાળાની વિદ્યાર્થીની જિલ્લા કક્ષાએ પ્રથમ આવતા શાળાનું ગૌરવ વધાર્યું.

Share

તારીખ ૧૮.૦૨.૨૦૨૨, શુક્રવારના રોજ જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન રમત ગમત અધિકારીની કચેરી, ભરૂચ દ્વારા નારાયણ વિદ્યાલય ખાતે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ભરૂચ જિલ્લાની ખાનગી તેમજ સરકારી એમ કુલ ૨૪ જેટલી શાળાના ૨૮૫ જેટલા બાળકોએ ભાગ લઈ પોતાનામાં રહેલી કળાનું પ્રદર્શન કર્યું હતું.

જેમાં બાકરોલ શાળાની વિદ્યાર્થીની હિંહોર ધનેશ્વરીબેન ચુનીલાલભાઈ નિબંધ સ્પર્ધામાં સમગ્ર જિલ્લામાં પ્રથમ અને વકૃત્વ સ્પર્ધામાં દ્વિતીય આવી શાળાનું નામ ફરી એકવાર રોશન કર્યું છે. આ ઉપરાંત શાળાના બાળકો દ્વારા સમૂહ ગીત પણ રજૂ કરવામાં આવ્યું જેમાં સમગ્ર જિલ્લામાં પ્રાથમિક શાળા બાકરોલ તૃતીય ક્રમ મેળવ્યો હતો.

Advertisement

અંતરીયાળ ગામોમાં અભ્યાસ કરતાં આવા બાળકો કે જેમના માતા પિતા ને બે સમયના ભોજન માટે દિવસ રાત સખત તનતોડ મહેનત કરવી પડે છે, કદાચ એમના બાળકો કયા ધોરણમાં ભણે છે તેનો ખ્યાલ પણ નથી, તેમના શર્ટના બટન સાંધવાનો સમય નથી, તેવા બાળકોને જો ઉત્સાહી શિક્ષકો મળી રહે તો શું ના થઈ શકે તેનું ઉદાહરણ આ શાળાના તમામ શિક્ષકોએ પૂરું પાડ્યું છે. તમામ નિર્ણાયક ગણ અને રમત ગમત અધિકારી તરફથી બાળકોને પ્રમાણપત્ર અને ઝોન લેવલ માટેની સ્પર્ધામાં ભરૂચ જિલ્લાનું નેતૃત્ત્વ કરવા શુભેચ્છા પાઠવવામાં આવી.


Share

Related posts

સાંસદ મનસુખ વસાવાએ લખ્યો આદિજાતિ વિકાસ મંત્રીને લેટર બોમ્બ… જાણો શું ?

ProudOfGujarat

આમોદ તુવેરનું કેન્દ્ર શરૂ કરવાના મામલે જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ ના ધરણા કાયઁક઼મ સફળ

ProudOfGujarat

ગુજરાતમાં ગાજવીજ સાથે આગમી પાંચ દિવસ વરસાદની આગાહી, જાણો કયાં વિસ્તારમા કયાં દિવસે પડશે વરસાદ…!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!