Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટાઉદેપુર ખાતે એક દિવસીય જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો.

Share

છોટાઉદેપુર મુકામે એક દિવસીય જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા બાળ સુરક્ષા એકમ છોટાઉદેપુર દ્વારા તાલુકા પંચાયત  છોટાઉદેપુરના સભાખંડમાં એકદિવસીય જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વધુમાં જણાવાયા મુજબ સામાજીક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળના સમાજ સુરક્ષા વિભાગ અંતર્ગત કાર્યરત બાળ સુરક્ષા એકમ દ્વારા અમલી યોજનાઓ અંગે વ્યાપક જાગૃતિ આવે એ માટે અત્રે એક દિવસીય સેમીનારનું આયોજન જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા કરવામાં આવ્યું હતું. 

આ પ્રસંગે બાળ કલ્યાણ સમિતિના ચેરમેન મુકેશભાઇ પટેલે જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા કરવામાં આવતી કામગીરી અને ચાઇલ્ડ વેલ્ફેર કમિટી દ્વારા કરવામાં આવતી કામગીરી અંગે વિગતે જાણકારી આપી હતી. જિલ્લા બાળ સુરક્ષા અધિકારી જાવેદઅલી બલોચ દ્વારા બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ અંગે તેમજ આ અધિનિયમમાં કરવામાં આવેલી જોગવાઇઓ, જુવેનાઇલ જસ્ટીશ એકટ -૨૦૦૫ તથા પોકસો એકટ-૨૦૧૨ અંગે સવિસ્તાર સમજ આપવામાં આવી હતી. છોટાઉદેપુરના સી.આર.સી દિનેશભાઇ રાઠવાએ રાઇટ ટુ એજયુકેશન એકટ-૨૦૧૨ માં આપવામાં આવેલા શિક્ષણના અધિકારો અંગે વિગતે જાણકારી આપી હતી. આ ઉપરાંત સેમીનાર દરમિયાન પ્રશ્નોત્તરીનું સેશન પણ રાખવામાં આવ્યું હતું. બાળ સુરક્ષા એકમના પ્રોટેકશન ઓફિસર રવિદાસ રાઠવાએ સમાજ સુરક્ષા વિભાગની વિવિધ યોજનાઓ તથા સંકલિત બાળ સુરક્ષા યોજના અંગે વિસ્તૃત સમજ આપી સ્પોન્સરશીપ યોજના, પાલક માતા-પિતા યોજના, ફોસ્ટર કેર અને આફટરકેર યોજના, દત્તક વિધાન યોજના  તેમજ અન્ય યોજનાઓ અંગે પણ જાણકારી આપી હતી. જનજાગૃતિ કાર્યક્રમ દરમિયાન તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઇ રાઠવા, જુવેનાઇલ જસ્ટીશ બોર્ડના હરેશભાઇ પુરોહિત, તાલુકા કેળવણી નિરીક્ષક અરવિંદભાઇ રાઠવા તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ફૈજાન ખત્રી કલારાણી જિ.છોટાઉદેપુર

Advertisement

Share

Related posts

વિરમગામ શહેરમાં માનવતા મહેંકી ઉઠી, ગંભીર બિમારીથી પીડાઇ રહેલ નિરાઘાર વ્યકિત ને નિશુઃલ્ક સારવાર આપી જીવન બચાવ્યું.

ProudOfGujarat

શહેરા તાલુકાનાં વાઘજીપુર ગામે હિન્દુ પરિવારની પુત્રીના લગ્નમાં મુસ્લિમ પરિવારે શા માટે કર્યું મામેરુ ? જાણો

ProudOfGujarat

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં લગ્નની લાલચ આપી યુવાન અને તેના પરિવારજનો પાસેથી ઠગ ટોળકીએ નાણાં પડાવ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!