Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

ભરૂચના કરમાડ ગામમાંથી પાંચ ફુટ લાંબી નાગણ પકડાઇ…

Share

 
 
 ઉનાળાની ઋતુના પ્રારંભ સાથે જ સરિસૃપો બહાર અાવવાની શરૂઅાત થઇ ગઇ છે. ગરમી વધવાના કારણે સરિસૃપો બહાર અાવતા હોવાનું તજજ્ઞો દ્વારા કહેવાઇ રહ્યું છે. અાવી જ એક ઘટના બુધવારના રોજ ભરૂચ તાલુકાના કરમાડ ગામમાં પ્રકાશમાં અાવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર વહેલી સવારે કરમાડ ગામના ખરી વિસ્તારમાં અાવેલા મહંમદભાઇ ધુળીયાના ઘર સામે એક અંદાજિત પાંચ ફુટ લાંબી નાગણે દેખા દેતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
નાગણ દેખાયાની જાણ વાયુવેગે ગામમાં પ્રસરતા લોકોના ટોળા કુતુહલવશ નાગણને જોવા ઉમટી પડયા હતા. ગામના સરફરાજ નામનો યુવક કે જે અાવા સાપોને પકડવાનો નિષ્ણાંત કહેવાય છે એ યુવકને જાણ કરાતા સરફરાજ નામના યુવકે પહોંચી જઇ નાગણને યુક્તિપૂર્વક પકડી લઇ સુરક્ષિત સીમમાં લઇ જઇ છોડી દેતા ગામલકોએ હાશકારો અનુભવ્યો હતો…

Share

Related posts

સીરત કપૂરનો નવો મોનોક્રોમિક વીડિયો તમને આશ્ચર્યચકિત કરી દેશે.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં દિવાળી તહેવારના ૩ દિવસ દરમ્યાન 360 કેસો નોંધાયા 

ProudOfGujarat

નેત્રંગ : ચાસવડ ડેરીએ ૮૦૦૦ જેટલા દુધ-ઉત્પાદકોને માસ્ક અને એજન્ટોને સેનીટાઇઝરનું વિતરણ કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!