Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગની ભક્ત હાઇસ્કૂલની વિદ્યાર્થીનીઓની સ્માર્ટ આઇ બ્લિંક સેન્સરની કૃતિ જીલ્લાકક્ષાએ પ્રથમ આવતા શાળા પરિવારમાં આનંદની લાગણી.

Share

નેત્રંગના ભક્ત હાઇસ્કુલના વિદ્યાર્થીનીઓની સ્માર્ટ આઇ બ્લિંક સેન્સરની કૃતિ જીલ્લાકક્ષાએ પ્રથમ આવતા શાળા પરીવારમાં આનંદ વ્યાપી જવા માંડ્યો હતો.

પ્રાપ્ત માહિત મુજબ ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકા મથકે કાર્યરત શ્રીમતિ એમ.એમ ભક્ત હાઇસ્કુલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન કરવામાં આવે છે. જેમાં ધોરણ ૧૦ માં અભ્યાસ કરતી બે વિદ્યાર્થીનીઓએ સ્માર્ટ આઇ બ્લિંક સેન્સરની કૃતિ બનાવી હતી જે ગણિત-વિજ્ઞાનના પ્રદર્શનમાં નેત્રંગ તાલુકા- જીલ્લાકક્ષાએ પ્રથમ આવ્યા બાદ રાજ્યકક્ષાએ પ્રદર્શન માટે પસંદગી થતાં શાળા પરીવારમાં આનંદ વ્યાપી જવા માંડ્યો હતો.

કૃતિ બનાવનાર વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, કોઇ વાહનના ડ્રાઈવરને ચાલુ ગાડીએ જોકુ આવી જાય ત્યારે એલઇડી ચાલુ થશે અને સાઇરન વાગવાથી ડ્રાઈવર જાગી જશે. તેમ છતાં ડ્રાઇવર નહીં ઉઠે તો ડ્રાઈવરની ગાડીનો બ્રેક એક સેકન્ડ પછી ઓટોમેટિક થોભી જશે. આ આખી સિસ્ટમ સ્માર્ટ આઇ બ્લિંક સેન્સરથી થશે. જે આપણી આંખોમાં અથડાઈને પાછા એ જ સેન્સરમાં અથડાશે જેના કારણે આપણી આંખોના પલકારા ૧ કે ૧ થી ઓછી સેકન્ડ બંધ થશે તો એલઇડી અને સાયરન વાગશે જેના કારણે ચાલુ ગાડીએ કોઈ ડ્રાઇવરને ઝોકું આવી જાય અને અકસ્માત થાય તેના નિવારણ માટે આ કૃતિનું બનાવાઇ છે. આ કૃતિ બનાવા માટે યોગ્ય માર્ગદર્શન શાળાના આચાર્ય પ્રમોદસિંહ ગોહિલ અને શિક્ષક આર.એમ પટેલે આપ્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ નગરપાલિકાની આગેવાનીમાં વોર્ડમાં ચુંટાયેલા સભ્યોના શ્રમદાન થકી ધાર્મિક સ્થળોની સફાઈ હાથ ધરાઇ

ProudOfGujarat

“ફુકરે રીટર્ન્સ” ની સફળતા બાદ,હવે ઍક્સેલ “3સ્ટોરીઝ” ની સાથે કરશે નવા વર્ષ ની શરૂઆત!

ProudOfGujarat

ઝઘડીયા : રાજપારડી લિગ્નાઇટ પ્રોજેક્ટમાં લેન્ડ લુઝરોને નોકરીમાં ન લેવાનો વિવાદ વકરતા ચકચાર…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!