Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરાનો એક વિદ્યાર્થી યુક્રેનમાંથી હેમખેમ પરત ફરી પોતાની આપવીતી જણાવી.

Share

ભારતભરમાંથી હજારોની સંખ્યામાં દર વર્ષે યુક્રેનમાં વિદ્યાર્થીઓ મેડિકલના અભ્યાસ માટે જાય છે અને હાલ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધની પરિસ્થિતિને લઈને વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ચિંતાતુર બન્યા છે જેને લઈને ભારત સરકારે પોતાના નાગરિકોને યુક્રેન છોડી ભારત આવવા માટે સૂચનાઓ પણ આપી હતી જેથી ઘણા વિદ્યાર્થીઓ ભારત પરત આવી ગયા છે પરંતુ હજુ કેટલાક વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા છે. જોકે ગોધરાનો રાજવીર સોની સાત દિવસ પહેલા જ હેમખેમ ગોધરા આવી પહોંચ્યો હતો તે પોતે ટરનોપીલમાં એમ.બી.બી.એસ માં અભ્યાસ કરતો હોવાનું જણાવ્યું હતું. મીડિયામાં યુક્રેન અને રશિયા વચ્ચે તણાવની પરિસ્થિતિ જોઈ માતાપિતા એ તેને ગોધરા પરત બોલાવી લીધો હતો. રાજવીર સોની એ કહ્યું કે ઇન્ડિયન એમ્બેસી એ સૂચના આપી હતી કે ભારતીય નાગરિક યુક્રેન છોડી ભારત પરત આવી જાય પરંતુ ત્યાં સ્થાનિક લોકોના મુખે યુદ્ધની ચર્ચાઓ ચાલતી હતી જોકે માતાપિતાના કહેવા મુજબ હું અને અને બીજા વિદ્યાર્થીઓ પરત ઇન્ડિયા આવી ગયા અત્યારે ઓનલાઇન અભ્યાસ ચાલી રહ્યો હતો પરંતુ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ઇન્ટરનેટ બંધ થઈ જાય તેવી પણ ચર્ચાઓ કરવામાં આવી રહી હતી જેથી મારા મેડિકલ કેરિયરને લઈને પણ ટેન્શન છે. વધુમાં રાજવીર સોનીએ જણાવ્યું હતુ કે હાલ યુક્રેનમાં એરપોર્ટ બંધ અને ત્યાની પારીસ્થીતી ખુબ જ તંગ હોવાને કરણે તેમના બે મિત્રો પણ યુક્રેઇનમાં ફસાયેલા છે અને તે લોકોને બંકરમાં રહેવું પડે છે. તે લોકોને ત્યાં જમવાની પણ સગવડ નથી તેથી રાજવીરે એ સરકાર તેમજ ઇન્ડીયન એમ્બેસી ને વિનંતી કરેલ હતી કે ભારતના નાગરિકો જે ત્યાં ફસાય ગયા છે તેમને સુરક્ષિત રીતે ભારત પાછા લાવામાં આવે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

મહાત્માગાંધીની 150 મી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાતની વિવિધ જેલમાંથી 158 કેદીઓને મુક્ત કરાયા.

ProudOfGujarat

ભરૂચ : ને. હા. 48 પર પરિવાર હોટલનાં પાર્કિંગમાંથી 20 લાખથી વધુ વિદેશી દારૂનાં જથ્થા ભરેક ટ્રક ઝડપાઈ !

ProudOfGujarat

પાવાગઢ મંદિરમાં PM મોદીએ દર્શન કરી વિકાસ કામોનું કર્યું લોકાર્પણ, વડાપ્રધાનના હસ્તે કરાશે ધ્વજારોહણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!