Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નબીપુર ખાતે ગામના NRI મહાનુભાવોનો ગ્રામ પંચાયત દ્વારા યોજાયો સત્કાર સમારંભ.

Share

ભરૂચ જિલ્લાના નબીપુર ગામ ખાતે શુક્રવારે મોડી સાંજે નબીપુર ગ્રામ પંચાયત દ્વારા ગામના NRI દાનવીરોનો સત્કાર સમારંભ યોજાયો હતો.

તમામ દાનવીરો UK, USA અને દ. આફ્રિકા જેવા દેશોમાંથી ગામમાં પધારેલા છે. NRI દાનવીરોએ ગામના વિકાસમાં સહભાગી બનવા માટે ગામની સ્વચ્છતાને અગ્રીમતા આપતા ગામમાંથી કચરો ઉપાડવા માટે ટ્રેકટર અને કચરા ટ્રોલી દાનમાં આપી હતી.

સત્કાર સમારંભમા ગામના સરપંચ, ડે. સરપંચ, પંચાયતના સભ્યો, નબીપુર તાલુકા પંચાયતના સભ્ય સકીલ અકુજી તથા ગામના આગેવાનો ઉપસ્થિત રહયા હતા. ગામના ડે. સરપંચે પોતાના પ્રવચનમાં NRI મહાનુભાવોને ગામના વિકાસમાં વધુ યોગદાન આપવાની અપીલ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભરૂચ જિલ્લા પત્રકાર સંઘના પ્રમુખ ઈડ્રિસભાઈ કાઉજી એ પોતાના લાક્ષણિક અંદાઝમાં કર્યું હતું. ગ્રામજનો એ પણ NRI મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

ઉમરપાડામાં ભાજપની કારોબારી સભા યોજાઇ…

ProudOfGujarat

ભરૂચની સબજેલમાંથી બે મોબાઈલ ઝડપાયા.

ProudOfGujarat

ભરૂચ : સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વધતાં આયોજનબદ્ધ રીતે નર્મદા નદીમાં પાણી છોડવામાં આવશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!