Proud of Gujarat
FeaturedGujaratINDIA

યુક્રેનથી હેમખેમ પરત આવેલી ભરૂચની યુવતીની ફૈઝલ પટેલ એ લીધી મુલાકાત…

Share

યુક્રેનમાં ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે આવા સમયે ભરૂચ જિલ્લાના પણ અનેક યુવક તેમજ યુવતીઓ ત્યાં ફસાયા હતા જે પૈકી ભરૂચની એક યુવતી ક્ષેમકુશળ પરત આવતાં સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે તેમની મુલાકાત લીધી હતી.

ભરૂચની 21 વર્ષીય યુવતી આયેશા ગુલામ મુસ્તુફા શેખ યુક્રેનમાં આવેલા ટર્નોપિલ શહેરની ઈવાન હોર્બાચેવ્સ્કી નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. તેઓ એમબીબીએસના ચોથા વર્ષમાં છે. યુક્રેન અને રશિયા ના યુદ્ધ વચ્ચે તેઓ બહુ ખરાબ રીતે ફસાઈ ગયા હતા અને પરિસ્થિતિ બાદથી બદતર થઇ ગઇ હતી તેઓના શહેરમાં કરફ્યુ લાદી દેવામાં આવ્યો હતો અને સમાચાર આવતા હતા કે રશિયન સૈનિકો ભારી માત્રામાં એક્સપ્લોઝિવ સાથે આવી રહ્યા છે. આયેશા જ્યાં રહેતા હતા ત્યાં નજીક જ એક મિસાઈલ ના ધડાકાએ સૌને ધ્રુજાવી દીધા હતા. આયેશાએ પોતાના વીડિયોમાં આ વાત કહી હતી કે તેઓ નજીકના બંકરમાં આશરો લેવા ગયા તો ત્યાં પણ બંકર ફુલ હોવાનું જણાવી તેમને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. આ બાદ ભારત સરકાર અને સ્વ. અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે આ અંગે સંનિષ્ઠ પ્રયત્નો કરી તેમને પરત લાવવાની વ્યવસ્થા ગોઠવી હતી. આયેશા પરત આવતાં દિલ્હીથી સુરત સુધી મોકલવાની વ્યવસ્થા પણ મુમતાઝ પટેલે કરી હતી.

Advertisement

આયેશા ઘરે હેમખેમ પહોંચતાં પરિવારજનોમાં પણ રાહત અને આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી. ફૈઝલ પટેલે સુરતથી રવિવારે આવી પહોંચેલા આયેશાના પરિવારની મુલાકાત લીધી હતી. તેમણે આયેશાની આપવીતી સાંભળી હતી અને પરત આવવા બદલ શુભકામનાઓ પાઠવી હતી અને પરિવારજનોને પણ સાંત્વના આપી હતી. તેમજ આગામી દિવસોમાં પણ કંઈ પણ જરૂર હોય તો પોતે સાથે હોવાની ખાતરી પણ ઉચ્ચારી હતી.


Share

Related posts

સુરતના પાલ ઉમરા બ્રિજ પર બાઈક ડિવાઈડર સાથે અથડાયા બાદ બે યુવકો બ્રિજ પરથી 15 ફૂટ નીચે પડતા એકનું મોત

ProudOfGujarat

અંકલેશ્વરમાં મોહરમ પર્વ નિમિત્તે તાજિયા જુલુસ નીકળ્યું

ProudOfGujarat

રાજપીપળા : સાગબારા તાલુકા પંચાયત પ્રમુખ ઓલિબેન વસાવા વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રદ કરતા ભવ્ય આનંદ છવાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!