Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેશનલ હાઇવે નંબર ૪૮ પર વરેડિયા નજીક કન્ટેનર ચાલકે ટ્રેકટરને ટક્કર મારતા એકનું મોત.

Share

ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર ભરૂચના વરેડિયા નજીક ટ્રેકટર અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા એક ઈસમનું મોત નિપજવા પામ્યું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગતરાત્રીના વરેડિયા નજીક એક કન્ટેનર ચાલકે વડોદરા તરફ જઈ રહેલા ટ્રેકટરને પાછળથી ટક્કર મારતા અક્સ્માત સર્જાયો હતો.

સર્જાયેલા અકસ્માતમાં ટ્રેકટરમાં બેસેલા કમલેશ અર્જુન સોલંકી રહે. વણસોલ તા. ઉમરેઠ જિ. આણંદ નાઓને શરીરે ગંભીર ઈજાઓ થતા તેનું મોત નિપજવા પામ્યું હતું. જ્યારે અન્ય બે ઇસમોનો બચાવ થવા પામ્યો હતો. ઘટનાની જાણ થતા પાલેજ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસર કાર્યવાહી હાથ ધરી મૃતક કમલેશના મૃતદેહને પાલેજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પી.એમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

Advertisement

યાકુબ પટેલ, પાલેજ


Share

Related posts

નર્મદા જિલ્લામાં તિલકવાડા તાલુકાના કંથરપુરાના ગ્રામજનો કેનાલના પાણીથી વંચિત.

ProudOfGujarat

નડીયાદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન-સપ્તાહ” ઉજવણી કરાઈ.

ProudOfGujarat

ગુજરાતનું સૌથી જૂનું ગણેશ મંદિર એક હજાર વર્ષ પહેલાં સ્વયંભૂ મૂર્તિ પ્રગટેલી જે આજે બિરાજમાન છે..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!