Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ સદવિદ્યા મંડળના ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો રમતોત્સવ યોજાયો.

Share

ભારત સરકાર હસ્તકના યુવા કાર્યક્રમ તથા ખેલ મંત્રાલય આધીન નેહરુ યુવા કેન્દ્ર ભરૂચ દ્વારા જિલ્લા કક્ષાનો રમતોત્સવ સદવિદ્યા મંડળ ભરૂચના ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો. જેમાં મંડળના ટ્રસ્ટી કેતનભાઈ પટેલ, સિનીયર કોચ રાજનસિંહ ગોહિલ, ખો-ખો એસોસિએશનના જે.સી.પટેલ, ખુશાલસિંહ ચૌહાણ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વિવિધ તાલુકાઓમાંથી આવેલ ખેલાડીઓ વોલીબોલ, ખો ખો, કબડ્ડી, એથલિક્સ જેવી રમતો રમ્યા હતા. આ સમગ્ર રમતોત્સવનું આયોજન કબડ્ડી એસોસિએશનના જયપાલસિંહ મોરીએ કર્યુ હતું. જિલ્લા યુવા અધિકારી સુબ્રતો ઘોષના માર્ગદર્શન હેઠળ આ રમતોત્સવ યોજાયો હતો. આયોજનને સફળ બનાવવા બદલ આયોજકોએ સહુનો આભાર માન્યો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાના ફિચવાડા ગામે ચુંટણીની અદાવતે પિયરમાં આવેલ યુવતીને માર માર્યો.

ProudOfGujarat

ઝઘડીયાની MTZ કંપની ખાતે તપાસ કરતાં એક આઈસર ટેમ્પોમાં એક ઈસમને ભંગાર ભરતાં રંગેહાથ ઝડપી પાડતી એલ.સી.બી.પોલીસ.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા કલેકટરએ પત્રકાર પરિષદ યોજી નર્મદા નદીનાં પૂર અંગેની માહિતી આપી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!