Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના દુ.માલપોર ગામે આડા સંબંધના વહેમમાં બે પરિવારો બાખડયા.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના દુ.માલપોર ગામે આડા સંબંધના વહેમમાં બે પરિવારો વચ્ચેના ઝઘડામાં એક મહિલા સહિત કુલ ચાર ઇસમો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી હતી.

ઝઘડીયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ દુ.માલપોર ગામે રહેતા દિનેશભાઇ શાંતિલાલ વસાવાની ભાણી તેમની સાથે રહે છે. તેમની ભાણી સાથે ફળિયામાં રહેતા મિતેશ વસાવાને આડો સંબંધ હોવાનો શક હોવાથી દિનેશભાઇના માતા આજુબેન ગત તા. ૯ મીના રોજ મિતેશના ઘરે આ બાબતે કહેવા ગયા હતા. તુ અમારી ભાણીને કેમ હેરાન કરે છે, તેમ કહેતા મિતેશ અને તેની માતા શારદાબેન એકદમ ઉશ્કેરાઇ ગયા હતા, અને ગાળો બોલવા લાગ્યા હતા. ગાળો બોલવાની ના પાડતા મિતેશ અને તેની માતાએ દિનેશભાઇ અને તેમના માતા આજુબેનને ઢિકાપાટુનો માર માર્યો હતો. તેમનું ઉપરાણું લઇને શારદાબેનના બીજા બે છોકરા નિલેશ અને અજય પણ ત્યાં દોડી આવ્યા હતા. અને તે લોકોએ પણ આ બન્નેને ઢિકાપાટુનો માર માર્યો હતો. ઉપરાંત મિતેશે આ બન્ને મા દિકરાને માથાના ભાગે લાકડીના સપાટા માર્યા હતા. આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલ દિનેશ અને તેની માતાને અવિધા ખાતે સારવાર માટે લઇ જવાયા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. મારામારીના આ બનાવ સંદર્ભે દિનેશભાઇ શાંતિલાલ વસાવા રહે.દુ.માલપોરનાએ શારદાબેન રતિલાલ વસાવા, મિતેશ રતિલાલ વસાવા, નિલેશ રતિલાલ વસાવા અને અજય રતિલાલ વસાવા તમામ રહે.ગામ દુ.માલપોર તા.ઝઘડીયા જિ.ભરૂચના વિરુધ્ધ ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

મારા હૈયામાં પતંગિયાં ઉડવા માંડયા જ્યારે મેં ઇમ્તીઆઝ અલીની સામે ઓડીશન આપ્યું : પ્રણતિ રાય પ્રકાશ.

ProudOfGujarat

ઉમરપાડાની રેફરલ હોસ્પિટલના કૌભાંડી નકલી અને અસલી ડોક્ટર બે દિવસના રિમાન્ડ પર.

ProudOfGujarat

નકલી પ્રેસ કાર્ડ લઇને ફરતા લોકો અને સંસ્થા વિરુદ્ધ કાર્યવાહી થશે:- પ્રકાશ જાવડેકર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!