Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના ઉમલ્લાની શૈક્ષણિક સંસ્થાએ ૨૫ વર્ષ પુર્ણ કરતા કાર્યક્રમ યોજાશે

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા સ્થિત શૈક્ષણિક સંસ્થા શ્રી રંગ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી શિશુ વિધ્યામંદિરની સ્થાપનાના ૨૫ વર્ષ પુરા થતાં આ પ્રસંગે સિલ્વર જ્યુબિલી વર્ષની ઉજવણી કરવામાં આવનાર છે. સંસ્થાના પ્રમુખ અને ગુજરાત હસ્તકલા નિગમના પુર્વ ડિરેક્ટર રશ્મિકાન્ત પંડ્યાના જણાવ્યા અનુસાર સંસ્થાએ ૨૫ વર્ષ પુરા કરતા આગામી તા.૫ મી ફેબ્રુઆરી ૨૦૨૩ ને રવિવારના રોજ ઉમલ્લા ગ્રામ પંચાયત ચોક ખાતે રાતના આઠ કલાકે એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું છે.

આયોજિત કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણમંત્રી પ્રફુલ્લભાઇ પાંચસેરીયા સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહેનાર હોવાનું જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે શિક્ષણ એ જીવન ઘડતરમાં મહત્વનું યોગદાન આપતું પરિબળ ગણાય છે, ત્યારે ૨૫ વર્ષથી ઉમલ્લા ગામે શૈક્ષણિક કામગીરી દ્વારા બાળકોમાં સંસ્કારનું સિંચન કરનાર ઉમલ્લાની આ શૈક્ષણિક સંસ્થાના ૨૫ વર્ષ પુર્ણ થતા સિલ્વર જ્યુબિલી વર્ષની ઉજવણી અંતર્ગત આ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

વલસાડ-છીપવાડ પ્રણામી મંદિર ખાતે ચતૃર્થ શતાબ્દી મહોત્સવ યોજાયો

ProudOfGujarat

સાગબારા તાલુકાનાં ગોટપાડા ગામની અંબે ગ્રીન સીટી સોસાયટીને COVID-19 કન્ટેઇનમેન્ટ એરિયા તરીકે જાહેર કરતું જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ પ્રસિદ્ધ કરેલું જાહેરનામું.

ProudOfGujarat

માંગરોળ : મંત્રીશ્રી, ગણપત ભાઇ વસાવા(આદિ જાતિવિકાસ, વન, મહિલા અને બાળ કલ્યાણ ) દ્વારા આરોગ્ય વિભાગ કર્મચારીઓને ઉત્તમ સેવા કાર્યને બિરદાવી સન્માન પત્ર આપવામાં આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!