Proud of Gujarat
FeaturedGujaratINDIA

દયાદરા-દેરોલ સાઇટ પર મધમાખીઓના ઝુંડ એ કર્મચારીઓ પર આક્રમણ કરતાં 7 ને ઇજા.

Share

આજરોજ ક્રેયા ઇન્ફ્રાના કર્મચારીઓ દયાદરા-દેરોલ સાઇટ પર કામ કરતા હતા ત્યારે અચાનક મધમાખીઓના ઝુંડના આક્રમણનો ભોગ બનતા 7 જેટલા કર્મચારીઓને ડંખના કારણે ઇજાઓ થઈ હતી. તેઓને તાત્કાલિક સારવાર માટે ભરૂચ વેલ્ફેર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. 6 કર્મચારીઓને સારવાર બાદ રજા આપવામાં આવી અને એક દર્દી હજી પણ સારવાર હેઠળ છે.

ડો. રિયાઝ પંચભાયાની સાથે 3 ડોકટર્સ અને 14 જેટલી સ્ટાફ નર્સ દ્વારા તાત્કાલિક સારવાર કરવામાં આવી હતી અને લગભગ બે કલાકની ભારે જહેમત બાદ દર્દીઓને રાહત થઈ હતી. મધમાખીના 150 થી 200 જેટલા ડંખ દરેક કર્મચારીઓને લાગ્યા હતા અને કર્મચારીઓના શરીરના એકે એક અંગ માં ડંખના કારણે ઇજા થયેલ હતી. તાત્કાલિક સારવાર મળવાના કારણે દર્દીઓને રાહત થઈ હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ : વાગરા તાલુકાના વિલાયત ગામમાં JBF મેડિકલ સેન્ટરની શરૂઆત કરાઈ.

ProudOfGujarat

રાજ્ય સરકારનાં આરોગ્ય વિભાગમાં તબીબોના છેલ્લા ત્રણ વર્ષનાં પ્રશ્નોનો સંતોષકારક જવાબ ન મળતા ઝઘડિયાનાં ધારાસભ્યને એક પ્રતિનિધી મંડળ દ્વારા આવેદન આપતાં ચકચાર !

ProudOfGujarat

અંકલેશ્વર : શ્રમિક ટ્રેન મારફતે પરપ્રાંતિયોને ઘરે મોકલાય રહ્યા છે ત્યારે ખર્ચ માટે બેંકો બહાર રૂપિયા ઉપાડવા લાઈનો લાગી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!