Proud of Gujarat
INDIAFeaturedGujarat

રાજ્ય સરકારનાં આરોગ્ય વિભાગમાં તબીબોના છેલ્લા ત્રણ વર્ષનાં પ્રશ્નોનો સંતોષકારક જવાબ ન મળતા ઝઘડિયાનાં ધારાસભ્યને એક પ્રતિનિધી મંડળ દ્વારા આવેદન આપતાં ચકચાર !

Share

રાજય સરકારના આરોગ્ય વિભાગમાં ઇન સવીઁસ તબીબોના પ્રશ્રનો અને માંગણી વર્ષ ૨૦૧૭ થી નહિ સંતોષાતા તબીબોના એક પ્રતિનિધિ મંડળે આ બાબતે ભારતીય ટ્રાયબલ પાર્ટીના નેતા અને ઝધડીયાના ધારાસભ્યને આવેદનપત્ર પાઠવતા ચકચાર મચી જવા પામી છે.

ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગમાં ઇન સવીઁસ તબીબોના એસોસીએશન થકી ઝધડીયાના ધારાસભ્યને આપેલ આવેદનપત્ર મુજબ વર્ષ ૨૦૧૩ થી ઇન સવીઁસ તબીબોના પ્રશ્રનો અને માંગણીઓની રજુઆત સરકાર કક્ષાએ કરે છે, જેના ફળસ્વરૂપે વિભાગમા ચર્ચા બેઠકો પણ યોજાયેલ અને ત્યારબાદ વર્ષ ૨૦૧૭ મા રજુઆતો અને આંદોલન કરીને સરકારનું ધ્યાન દોરવામા આવેલ અને સમાધાનના ભાગરૂપે ચર્ચા બેઠકો થયેલ અને ખાત્રીઓ આપવામાં આવી પરંતુ તે દિવસને આજની ધડી સુધી ઇન સવીઁસ તબીબોના પ્રશ્રનો અને માંગણીઓનો ઉકેલ આવેલ નથી.

Advertisement

પ્રવર્તમાન કોરોના માહામારીના સમયમા ઇન સવીઁસ તબીબોએ સતત રાત દિવસ અગ્રીમ હરોળમાં સીધે સીધા દર્દીના સંપકઁમા રહી કામગીરી બજાવેલ છે, આવી જ રીતે અન્ય આરોગ્ય અને તબીબી સેવાઓમાં પણ સારી કામગીરી કરીને રાજયને આરોગ્યની સારી સેવાઓ બદલ નેશનલ કક્ષાએથી એવોર્ડ મળેલ છે. ઇન સવીઁસ તબીબોના પ્રશ્રનો અને માંગણીઓના ઉકેલ માટે રાજય સરકારમાં રજુઆત કરવા વિનંતી કરેલ છે, ઇન સવીઁસ તબીબોના પ્રશ્નો અને માંગણીઓ નીચે મુજબ છે.

ઇન સવીઁસ તબીબોને કેન્દ્રના સાતમા પગાર પંચ મુજબ ૦૧.૦૧.૨૦૧૬ થી એન.પી.એ આપવુ અને એન.પી.એ.ને પગાર જ ગણવાનો છે, છતાય ભુતકાળમાં અન્યાય કરેલ છે, એટલે ફરીથી માંગણી છે, કે એન.પી.એ ને.પગાપગાર ગણી તમામ લાભો એન.પી.એ પર આપવા કેન્દ્રના ધોરણે તબીબી અધિકારીઓને છઠ્ઠા પગાર પંચમા Entry pay pb 3 Grade pay 5400 અને સાતમા પગાર પંચમા Matrix levels 11 મુજબ આપવું.
વર્ગ-૧ આરોગ્ય અધિકારીઓ અને તબીબી અધિકારીઓના સેવા સલંગના આદેશો આદેશો ત્વરીત કરવા. તબીબી અધિકારીઓને અનુસ્નાતક અભ્યાસ માટે ૨૫% બેઠકો અનામત રાખવો. કમિશનરની કચેરી ખાતે મહત્વની કહી શકાય તેવી તમામ જગ્યાઓ ચાર્જમા ચાલે છે, અધિક નિયામક,સંયુક્ત નિયામક અને અન્ય જગ્યાઓ હાલ ચાર્જમા છે,પાત્રતા ધરાવતા ઇન સવીઁસ તબીબોને ખાલી જગ્યાઓ પર બઢતી સમયસર આપવી પડતર દરખાસ્તોમા નિણય કરી બઢતી આપો. ટીકકુ કમિશનની જોગવાઇમાં બિનજરૂરી કાઢેલ વાંધાઓ દુર કરી ટીકકુ કમીશનના લાભ આપવા. તબીબી અધિકારીને અપાતા ટીકકુ કમિશનનના લાભો નિયમીત આપવા અને બિનજરૂરી વાંધાઓ કાઢવાનો જે ટેડ શરૂ થયેલ છે , તે બંધ કરવો. તબીબી અધિકારીઓની મહેકમમા મંજુર થયેલ જગ્યાઓ પર ફીક્સ પે પર નિમણૂક આપવાનું બંધ કરી પુરા પગાર સાથે એડહોક/બોન્ડેડ નિમણૂંક આપો અને સેવા સલંગના લાભો વાર્ષિક ઇજાફા આપો. મળવા પાત્ર અને ચુકવાયેલ HRA.NPA ના નાણા વસુલ કરવાનું બંધ કરો. કોરોના મહામારીમાં Stress મા ફરજ બજાવતા તબીબી અધિકારીઓની વ્યાજબી કારણો વગરની અને અહમના ટકરાવવાળી ફરિયાદોમા ત્વરીત પગલાં લેવાનું બંધ કરો.તબીબી અધિકારીઓને બિનજરૂરી અગમ્ય કારણોસર ફરજના સ્થળથી દુર દુર પ્રતિનિયુક્તિ પર મુકવાનું બંધ કરો. ઉપરોકત દશાવેલ પ્રશ્નો અને માંગણીઓની ઉકેલ માટે રાજય સરકારના આરોગ્ય વિભાગમા ઇન સવીઁસ તબીબો ફરજ બજાવી રહયા છે, તેઓના એસોસિએશન દ્રારા રાજય સરકારમા તેઓની વાતને ધ્યાન પર નહિ લેવાતા વિરોધ પક્ષના ધારાસભ્યને આવેદનપત્ર પાઠવી રજુઆત કરાતા આમ જનતા પણ ઇન તબીબીઓની પડખે ઉભી રહી છે, પ્રજા ચર્ચાઇ રહયું છે, કે રાજય સરકાર તબીબોની માંગણી વહેલી તકે સમજે અને યોગ્ય નિરાકરણ તાત્કાલીક લાવે તેવુ ચર્ચાઇ રહયું છે.


Share

Related posts

ફ્લેવર અને ચાર્મનું મિલન: એનઆઈસી ઓનેસ્ટલી ક્રાફ્ટેડ આઇસક્રીમ્સે રશ્મિકા મંદાન્નાને તેમની પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કરી

ProudOfGujarat

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ૪,૦૦૦ કિલો દ્રાક્ષનો અન્નકૂટ ઉત્સવ ઉજવાયો.

ProudOfGujarat

રાજ્યમાં ધોરણ 6થી 8ના ઓફલાઇન વર્ગો ટૂંક સમયમાં શરૂ થશે: શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!