Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરુચ : ચોરી થયેલ રીક્ષાનો ભેદ મોબાઈલ પોકેટ કોપની મદદથી ઉકેલતી બી ડિવિઝન પોલીસ.

Share

ભરૂચના જંબુસર બાયપાસ પાસેથી ચોરી થયેલ ઓટોરિક્ષાનો મોબાઈલ પોકેટ કોપની મદદથી ચોરીનો ભેદ બી ડિવિઝન પોલીસે ઉકેલ્યો છે.

આજે સવારે બી ડિવિઝન પોલીસના પી.આઇ.એ બી ચૌધરી અને પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન જંબુસર બાયપાસ બ્રિજ નીચે બે શખ્સો ઓટો રીક્ષા રીપેરીંગનું કામ કરતા હોય જેમાં ઓટો રીક્ષાનું એન્જિન તથા ચેસિસ અલગ રાખેલ હોય આથી બી ડિવિઝન પોલીસે રિક્ષા રજિસ્ટર નંબર સહિતની આકરી ઢબે પૂછતાછ કરતા સંતોષકારક જવાબ ન મળતા આ ઓટો રિક્ષાના ચેસીસ નંબર મોબાઈલ પોકેટ કોપની મદદથી સર્ચ કરતા ઓટોરીક્ષાના માલિકની પૂછતાછ કરતા આ રીક્ષા GJ-16-AT-7869 ચોરાઉ હોવાનું જાણવા મળતાં બંને આરોપી (1) અતિક યાકુબ પટેલ રહેવાસી શેરપુરા નવીનગરી ભરૂચ (2) આરીફ રશિદ ધોરી પઠાણ રહે. કંથારીયાને બી ડિવિઝન પોલીસે ઝડપી લઇ કુલ રૂપિયા 75,000/- ની ઓટોરિક્ષા ચેસિસ સહિતનો મુદ્દામાલ કબજે કરી આગળ કાર્યવાહી હાથધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ વેજલપુર કિન્નર સમાજ દ્વારા માં બહુચરની માગશર સુદ 2 ની આસ્થા ભક્તિ સાથે પરંપરાગત ઉજવણી

ProudOfGujarat

અમે સરકારની આ ગેરબંધારણીય વિનાશક નીતિ ચલાવી નહિ લઈએ : છોટુભાઈ વસાવા.

ProudOfGujarat

છોટાઉદેપુરના કવાંટ તાલુકામાં આવેલા રામી ડેમ ભયજનક સ્થિતિમાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!