Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ પર્વની રંગેચંગે ઉજવણી કરાશે.

Share

નડિયાદ જવાહર નગર ઝુલેલાલ મંદિર રાધા સિંધુ ભવન ખાતે તારીખ 2 એપ્રિલના રોજ ચેટીચંદ પર્વ ઉજવાશે. આ દિવસે બપોરે બે કલાકે શોભાયાત્રા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. આ પર્વ નિમિતે બે દિવસ રાત્રે રંગારંગનું આયોજન કરવામાં આવ્યું છે.

નડિયાદના જવાહર નગર ઝુલેલાલ મંદિર રાધા સિંધુ ભવનમાં સિંધી સમાજ દ્વારા તા. ૨ ના રોજ  શનિવાર ના સવારે ૧૦:૦૦ કલાકે પૂજ્ય બહેરાણા સાહેબ તથા ઝૂલેલાલ ભગવાનના ભજન કિર્તન તથા ડાંડીયા રાસનો કાર્યક્રમ યોજાશે. બપોરે ૨:૦૦ કલાકે સિંધી સમાજના પ્રમુખ કુમારભાઈ ટહેલ્યાણી  દ્વારા શોભાયાત્રાને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવશે. આ શોભાયાત્રા જવાહરનગર વિસ્તારમાં ફરશે અને સાંજે જવાહર નગર ઝુલેલાલ મંદિરે પરત આવશે. રાત્રે ૧૦:૦૦ કલાકે નટરાજ કલા મંદિર તથા અનિલ દેવનાણી ડાન્સ ગ્રુપ તરફથી રંગારંગ કાર્યક્રમ યોજાશે. તા. ૩ના રોજ સાંજે ૭:૩૦ કલાકે મહાઆરતી થશે અને રાત્રે ૮:૦૦ વાગે ભંડારા( લંગર )પીરસવામાં આવશે. ૧૦:૩૦ કલાકે મનોરંજન કાર્યક્રમ તા. 4 ના રોજ રાત્રે નવજવાન યુવક મંડળ જવાહર નગર દ્વારા આ પર્વની પૂર્ણાહુતિ કરવામાં આવશે. આ ઉત્સવમાં મોટી સંખ્યામાં સિંધી ભાઈઓ બહેનો લાભ લેશે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

વલસાડના કેટલાક વિસ્તારમાં પાણી ભરાતા એનડીપી ગૃપ દ્વારા જરૂરીયાતમંદોને ભોજનની વ્યવસ્થા કરાઈ.

ProudOfGujarat

ઉત્તરપ્રદેશના ચંદૌલીમાં હોસ્પિટલની બહાર ઓક્સિજન સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં બે નાં મોત

ProudOfGujarat

ભરૂચ તાલુકાના વરેડીઆ ગામે અહિંસા યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!