Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચમાં આઠમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

Share

ભરૂચ નગરપાલિકા કક્ષાના વોર્ડ નં.૩, ૪, ૮ અને ૧૧ માટેનો સેવાસેતુનો કાર્યક્રમ ભરૂચના પંડિત ઓમકારનાથ કલાભવન હોલ ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

આ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમીતભાઇ ચાવડા, કારોબારી અધ્યક્ષ નરેશભાઇ સુથારવાલા, નગરપાલિકાના ચીફ ઓફીસર દશરથસિંહ ગોહિલ ઉપસ્થિત રહયા હતા. ઉલ્લેખનીય છે કે જિલ્લાની ચારેય નગરપાલિકાઓમાં તથા જિલ્લાના તમામ તાલુકાઓમાં આજથી આઠમા તબકકાના સેવાસેતુના કાર્યક્રમનો પ્રારંભ થયેલ છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સરકાર પ્રજાને દ્વારે અભિગમ સાથે કાર્યક્રમનું સુદઢ આયોજન જિલ્લાના વિવિધ સ્થળોએ કરવામાં આવ્યું છે.

આઠમા તબકકા સેવા સેતુના પ્રારંભ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી ભરૂચના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલે જણાવ્યું હતું કે આજથી સમગ્ર રાજ્યમાં આઠમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ થયેલ છે. સેવાસેતુના કાર્યક્રમ થકી રાજ્યના લોકોને પ્રજાલક્ષી વહિવટની પ્રતિતી થાય અને ઘર આંગણે જ સુવિધા મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાયેલી ૫૬ સેવાઓનો જેવી કે વિધવા સહાય, નિરાધાર વૃધ્ધ સહાય, દિવ્યાંગ સહાય, આધારકાર્ડ, રેશન કાર્ડ, આવકના દાખલા, ઉજ્જલા યોજના, આવાસ તેમજ આરોગ્ય યોજના સહિત અનેક યોજનાઓ આવરી લેવામાં આવેલ છે. તેમણે ઉમેર્યું હતું કે સરકારની અનેકવિધ યોજનાઓના લાભો વંચિતોને કોઇ પણ જાતના ભેદભાવ વગર, નાત-જાત વગર બધા જ લોકોને સેવા સેતુનો કાર્યક્રમનો ધરઆંગણે લાભ મળી રહે તે પ્રકારનું આયોજન સેવાસેતુના કાર્યક્રમમાં કરવામાં આવ્યું છે. આ વેળાએ તેમણે રાજય સરકારશ્રીની વિવિધ યોજનાઓની જાણકારી પણ આપી હતી. જિલ્લા વહીવટીતંત્ર- ભરૂચ દ્વારા ઉત્કર્ષ પહેલ યોજના અંતર્ગત વિધવા સહાયની ઝુંબેશ હાથ ધરી ખૂબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી છે જેને બિરદાવી ધરઆંગણે મળતી સુવિધાઓનો મહત્તમ લાભ લેવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો.

તેમણે આગામી તા.૧૭/૦૪/૨૦૨૨ના રોજ સવારે ૮-૦૦ થી ર-૦૦ વાગ્યા સુધી સિટી સેન્ટર, જુના એસ.ટી.ડેપો, સ્ટેશન રોડ- ભરૂચ ખાતે રોટરી કલબ- ભરૂચ દ્વારા મફત મેગા મેડિકલ સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. ૧૨૫ ડોકટર એક સાથે મેડીકલ કેમ્પમાં ઉપસ્થિત રહી સેવાઓ આપશે. દવાઓ પણ મફત આપશે, કેન્સર સિવાયના ઓપારેશન મફત કરવામાં આવશે જેનો મહત્તમ લાભ લેવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો.
નગરપાલિકાના પ્રમુખ અમીતભાઇ ચાવડાએ પ્રાસંગિક ઉદબોધનમાં છેવાડાના વ્યકિત સરકારની કોઇ પણ યોજનાથી વંચિત ન રહી જાય તે માટે સેવાસેતુના આઠમા તબકકાનો પ્રારંભ કરવામાં આવેલ છે. તેમણે સેવાસેતુ કાર્યક્રમનો મહત્તમ લાભ લેવા નગરજનોને અનુરોધ કર્યો હતો. આ વેળાએ લાભાર્થીઓને વિવિધ યોજનાઓના પ્રમાણપત્રો, સહાયપત્રો મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા.

Advertisement

આ કાર્યક્રમમાં નગરપાલિકાની વિવિધ કમિટિના ચેરમેનો, સદસ્યો, વિવિધ વિભાગોના અધિકારીગણ, નગરપાલિકાના વિવિધ વિભાગોના અધિકારીગણ, નગરજનો, લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.


Share

Related posts

વડોદરામાં ફરતા પશુ દવાખાના અબોલ પશુઓ માટે સંજીવની સમાન પુરવાર થઈ.

ProudOfGujarat

અંકલેશ્વર : જળ પ્રદુષણ કંટ્રોલ થયો નથી ત્યાં તો હવે વાયુ પ્રદુષણની ફરિયાદો!!!

ProudOfGujarat

નડીયાદ સહીત સમગ્ર જીલ્લામાં ભાજપના યુવા મોરચાનુ મહાસંપર્ક અભિયાન હાથ ધરાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!