Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં શ્રી શંકર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડૉ.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતીની અનોખી ઉજવણી કરાઇ.

Share

આજે દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી હોય સમગ્ર ગુજરાતમાં બાબાસાહેબ આંબેડકરની જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે જેના ભાગરૂપે ભરૂચમાં શંકર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનોખી રીતે આજના દિનની ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચના શ્રી શંકર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે ભરૂચ ખાતે આવેલી કલરવ સ્કૂલ તેમજ દુબઈ ટેકરી ખાતે સ્કુલ બેગ, કંપાસ બોક્સ અને ચોકલેટનું બાળકોને વિતરણ કરી આજના દિનની અનોખી ઉજવણી કરેલ હતી. આજે બાળકોને સામગ્રી વિતરણ સમયે શ્રી શંકર સેવા ટ્રસ્ટના પ્રમુખ શંકરભાઇ પટેલ, ઉપ-પ્રમુખ ઉર્વીશભાઈ ઠાકુર સહિતના ટ્રસ્ટના હોદ્દેદારો અને સ્થાનિક રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

કોવિડને ધ્યાનમાં લઇ ભરૂચના માતરિયા તળાવ ખાતે યોજાનાર “હેપ્પી સ્ટ્રીટ” નો કાર્યક્રમ મોકૂફ રખાયો.

ProudOfGujarat

ગુજરાત રાજ્યના ઓપરેશન હેડ ડોક્ટર મુકેશ ચાવડા એ ભરૂચ જિલ્લાની લીધી મુલાકાત.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં આજે કુલ 14 જેટલા કોરોના પોઝિટિવ દર્દી મળી આવતા જિલ્લામાં હડકંપ મચી ગયો છે અને જિલ્લામાં કુલ સંક્રમિત થનારની સંખ્યા 115 ઉપર પહોંચી જતા આરોગ્ય શાખા માટે પડકાર ઊભો થઈ ગયો છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!