Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નબીપુર રેલવે સ્ટેશન નજીક માલગાડી અડફેટે એક અજાણી મહિલાનું મોત.

Share

ભરૂચ જિલ્લાના નબીપુર રેલવે સ્ટેશન નજીક માલગાડી અડફેટે એક અજાણી મહિલાનું મોત નિપજવા પામ્યું હતું. રેલવે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગતરોજ ૧૭.૫૦ પહેલા નબીપુર અપલાઇન પરથી પસાર થતી બી એમ એસ આર / સી એમ સી ટી માલગાડીની અડફેટે એક ૪૦ વર્ષના આશરાની મહિલા આવી જતા વિકૃત રીતે કપાઈ જવા પામી હતી.

ઘટનાની જાણ ભરૂચ રેલવે પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સુખરામભાઈને થતા તેઓએ ઘટના સ્થળે પહોંચી મૃતક મહિલાના મૃતદેહનો કબજો લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક મહિલા મધ્યમ બાંધાની રંગે ઘઉ વર્ણ, ઉંચાઈ ૫ × ૬ ઇંચ, શરીરે આછી ખાખી કલરની કુર્તી, આછા બ્લુ કલરની મોર પીંછ વાળી ઓઢણી, કમરે જાંબુડી કલરની લેંગીસ પહેરેલ છે. મૃતકના વાલી વારસોને ભરૂચ રેલવે પોલીસ મથકમાં સંપર્ક કરવા જણાવાયું છે.

Advertisement

યાકુબ પટેલ, પાલેજ


Share

Related posts

પંચમહાલ જિલ્લામાં સંગઠનાત્મક કામગીરીને લઈને કોંગ્રેસ દ્વારા બેઠકનુ આયોજન.

ProudOfGujarat

વાંચનના શોખીન ગુજરાતી પિતાની અમેરિકામાં રહેતા સંતાનોએ અનોખી રીતે અંતિમક્રિયા કરી

ProudOfGujarat

અંક્લેશ્વરમાં વરસાદી માહૌલમાં તમામ તંત્રો નિષ્ફળ પુરવાર થયાં…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!