Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ઝાડેશ્વર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સભાગૃહમાં મહિલા દિન ઉજવાયો.

Share

ગુજરાતમાં બીએપીએસ સંસ્થાના ૧૮ હજાર સત્સંગ કેન્દ્રો ઉપર બાળ બાલિકા, યુવા યુવતી અને મહિલા સંયુક્ત કાર્યક્રમ યોજાયો.

ભરૂચના ઝાડેશ્વર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સભાગૃહ ખાતે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ નિમિત્તે મહિલા દિન ઉજવણીના ભાગરૂપે મહિલા યુવતીઓ અને બાલિકોઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં મોટી સંખ્યામાં અનુયાયીઓએ લાભ લીધો હતો.

Advertisement

સમગ્ર વિશ્વમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાઓ દ્વારા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ નિમિત્તે બીએપીએસ સંસ્થાના ૧૮ હજારથી વધુ સત્સંગ કેન્દ્રો ઉપર બાળ બાલિકા,યુવા યુવતી અને મહિલા સંયુક્ત વિગેરે વિશ્વ વ્યાપી આધ્યાત્મિક પરિવાર માનવ ઉતકર્ષની સાથે અનેક વિવિધ રચનાત્મક પ્રવુત્તિઓ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં મહિલાઓમાં સર્વાંગી વિકાસ થયા અને મહિલાઓમાં જાગૃતિ આવે તે હેતુસર બીએપીએસ સંસ્થા મહિલા દિનની ઉજવણી કરે છે.આ વર્ષે પ્રમુખ સ્વામી મહારાજના શતાબધ્ધી વર્ષે પણ અનેક વિધ પ્રેરણા અને માર્ગદર્શન આ ઉત્સવમાં આપવામાં આવ્યા છે અને મહિલા દિનની વિશેષ્ટ સભામાં વિવિધ મહિલાઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ તથા ભારતીય સંસ્કૃતિ કૃતિઓ રજૂ કરી ભારે આકર્ષણ જમાવ્યું હતું.જેમાં સંસ્થાની વિવિધ યુવતીઓ,મહિલાઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે ભાગ લીધો હતો.


Share

Related posts

ઝઘડિયા એસટી ડેપોની ખખડધજ બસોના કારણે મુસાફરોને પડતી હાલાકિ

ProudOfGujarat

નર્મદા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે મેહુલભાઈ માછી બિનહરીફ વરણી કરવામાં આવી

ProudOfGujarat

છત્રાલ જિલ્લા ખાતે થયેલ તેમજ પાટણ વેરાવલની ઘટના બાબતે મુળ નિવાસી સંઘ ધ્વારા અપાયેલ આવેદન પત્ર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!